________________
૨૦૮
[ શોવિજયપધસકૃિતજોઈયે. આવા સમ્યગ્દષ્ટિ જી વધારેમાં વધારે અ પુદગલ પરાવર્ત કા વીત્યા બાદ તે જરૂર નિર્મલ સમ્યકત્વાદિ ત્રણની સાધના કરી મોક્ષના સુખ પામે છે. ૩૭૨
સમક્તિ પામીને પડેલા છ ઉત્કૃષ્ટથી જ્યારે મેક્ષે જાય તે જણાવી પ્રભુની દેશના સાંભળી ભવ્ય જીવો ચારિત્રાદિકને ગ્રહણ કરે છે તે બે લેકમાં જણાવે છે :અર્ધ પુદગલ પરાવર્ત જ્ઞાન ચારિત્ર ગુણ ધરી,
મુક્તિ પામે તે જાને ના મલે મનુજ ભવ ફરી ફરી; અજિત પ્રભુની દેશના પહેલી સુણી છે ઘણાં,
ચારિત્ર લેતા પાસ પ્રભુની તિમ સગર ચક્રીશના, ૩૭૩ જનક ભાવ યતીશ શ્રી વસુમિત્ર જિનવરની કને,
દીક્ષા ગ્રહે બીજા જન સમ્યકત્વ અણુવ્રત આદિને; ગણધર પદચિત મુનિવર પંચાણું પ્રભુએ જાણુને,
ત્રિપદી સુણાવી રચે પૂર્વો ચૌદ બારે અંગને ૩૭૪ પદાર્થ –વળી તેવા પણ મનુષ્ય છે કે જેઓ એક વાર સમક્તિ પામ્યા છતાં પડીને મિથ્યાત્વી થાય છે તેઓ વધારેમાં વધારે અર્ધ પુદગલ પરાવર્ત કાલ સુધી જ સંસારમાં રખડે છે, તે પછી જરૂર મેક્ષે જાય છે. છેવટે પ્રભુએ કહ્યું કે ફરી ફરીને મનુષ્ય ભવ મળતું નથી એમ સમજીને આત્મહિત જરૂર સાધજે. આ પ્રમાણેની અજિતનાથ પ્રભુની પ્રથમ દેશના સાંભળીને ઘણું ભવ્ય જીવોએ (નર-નારીઓએ) પ્રભુની પાસે ચારિત્ર લીધું. તથા સગર ચક્રવર્તીના પિતા જેમનું નામ વસુમિત્ર હતું અને જેઓ ભાવતિ રૂપે રહેલા હતા તે પણ પ્રભુની પાસે દીક્ષા ગ્રહણ કરે છે. વળી જે બીજા જે ચારિત્ર લેવાને અસમર્થ હતા તેમાંના કેટલાક ભવ્ય ઈએ સમકિતને તથા કેટલાકે અણુવ્રત વગેરે શક્તિ મુજબ ગ્રહણ કર્યા. આ અવસરે ગણધર પદને યોગ્ય પંચાણુ મુનિવરેને જાણીને તેમને “ઉપૂનેઈ વા, વિગઈ વા, ધુઈ વા” એ ત્રિપદી સંભળાવી એટલે ટુંકાણમાં આ લેકમાં રહેલા દ્રવ્યનું સ્વરૂપ સમજાવ્યું કે આ દ્રવ્ય એક પર્યાય રૂપે ઉત્પન્ન થયા એમ કહેવાય છે તે જ વખતે પૂર્વ પર્યાય રૂપે નાશ પામ્યા એમ કહેવાય છે અને દ્રવ્ય રૂપે તે ધવજ છે એટલે કદાપિ નાશ પામતા નથી. આ રીતે ત્રણ પર્મો બીજા દ્રવ્યમાં ઘટાવવા. આવી અર્થની ત્રિપદી પ્રભુ શ્રી અજિતનાથના મુખે સાંભળીને તે ગણધરેએ ચૌદ પૂ સહિત બાર અંગેની રચના કરી. ૩૭૩-૩૭૪
તે વખતે ઈન્દ્ર મહારાજ શું કરે છે વગેરે બીના જણાવે છે –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org