________________
શ્રી દેશના ચિંતામણિ ભાગ બીજો ]
૧૯૭ સ્પષ્ટાર્થ –ધમી પુરૂષમાં પણ પંડિત એવા પમી પુરૂષે સારા છે, કારણ કે તેઓ પંડિત હોવાથી પિતાને તેમજ ઉપદેશ દ્વારા પરને એટલે બીજાને પણ તારનારા થાય છે. માટે હે ભવ્ય જન! તમે પ્રતિબુદ્ધ જીવન એટલે સમજ પૂર્વક ચેતીને ધર્માદિ કાર્ય કરનારું જીવન ધારણ કરજો. તથા સગુણના આશ્રય થજે. એટલે સારા ગુણને ધારણ કરજે. જે જે ક્ષણ ચાલ્યું ગયે તે ક્ષણ કરે રત્ન સામાને આપવા છતાં પણ અથવા કોઈ પણ જાતના પ્રયત્નથી પાછો મળી શકતો નથી એવું જાણીને સમજુ પુરૂષે પોતાની બુદ્ધિના બળથી વિચાર કરીને એક ક્ષણ પણ નકામે જવા દેતા નથી, પરંતુ જેટલે સમય મળે છે તેને સદુપયોગ કરે છે. ૩૪૯ આત્મહિત કયાં સુધી સાધી શકાય ? તે જણાવે છે –
જ્યાં સુધી આ દેહમાં રેગાદિ અરિ પ્રકટ્યા નથી.
જ્યાં સુધી આ દેહ ઘડપણથી અશક્ત બન્યું નથી; જ્યાં સુધી છે ઈદ્રિયની શક્તિ આયુ પહોંચતું,
ત્યાં સુધી તે લેવું સાધી જેહ નિજ હિત ભાસતું. ૩૫ સ્પષ્ટાર્થ-જ્યાં સુધી આ શરીરમાં રોગ રૂપી શત્રુ પ્રગટ થયા ન હોય ત્યાં સુધી ધર્મ સાધના થઈ શકે છે, કારણ કે જ્યારે શરીરમાં રેગની ઉત્પત્તિ થાય છે ત્યારે માણસનું શરીર અશકત થઈ જાય છે અને તેથી તેનાથી ઘર્મ સાધી શકાતું નથી. વળી જ્યાં સુધી આ શરીર ઘડપણને લીધે અશકત બન્યું ન હોય ત્યાં સુધી ધર્મ બની શકે છે. જેઓ ઘડપણમાં ધર્મ સાધીશું એવું વિચારી યુવાવસ્થા એશઆરામમાં ગુમાવી દે છે તેઓ ઘડપણ આવે ત્યારે અશકિતને લીધે ધર્મ સાધી શકે નહિ તે સ્પષ્ટ છે. માટે ધર્મ સાધના ઘડપણું આવ્યા પહેલાં જ બની શકે છે. વળી વૃદ્ધાવસ્થા ન આવી હોય તે છતાં જે ઈન્દ્રિયની શક્તિ કાયમ હેય તેજ ઘર્મ સાધી શકાય, કારણ કે ઈન્દ્રિયેની શક્તિઓ જ નાશ પામી ગઈ હોય તે તેનાથી ઘર્મ શ્રવણ વગેરે બની શકતું નથી. વળી શરીરમાં રોગ ન થયા હેય, ઘડપણ પણ ન આવ્યું હોય તેમજ ઇન્દ્રિયની શક્તિ પણ પૂરેપૂરી હેય તે છતાં પણ જે આયુષ્ય પહોંચતું ન હોય એટલે ટૂંકું આયુષ્ય હોય તે પણ ધર્મ સાધી શકાતે નથી. કારણ કે કયા જીવને કયારે મૃત્યુ આવશે તે જાણી શકાતું નથી. એમ સમજીને પુણ્યોદયે આર્ય ક્ષેત્રાદિ બધી સામગ્રી દ્વારા પિતાને જે આત્મહિત જણાતું હોય તે સાધી લેવું જોઈએ. ૩૫૦ મનુષ્ય ભવની દુર્લભતા જણાવી કર્મના વિપાકેની ભયંકરતા જણાવે છે – નર ભવ ગુમાવ્યું દીર્ઘ કાલે પણ મલે ના તે ફરી,
બહું ભયંકર છે વિપાડે કર્મના ઈએ દલ ધરી;
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org