________________
શ્રી દશના ચિંતામણિ ભાગ બીજો ] વિજય, ૫ રમ્ય વિજ્ય, ૬ રમ્યક વિજય, ૭ રમણીય વિજય અને ૮મી મંગલાવતી નામની વિજય આવેલી છે. એ પ્રમાણે પૂર્વ મહાવિદેહમાં કુલ ૧૬ વિજયે જાણવી. ૨૬૦
પશ્ચિમ વિદેહે દક્ષિણે પદ્માદિ વિજયે આઠ એ,
વપ્રાદિ ઉત્તર ભાગમાં બત્રી વિજયે જાણિએ; ભરતખંડે મધ્યમાં વૈતાઢય પર્વત એહથી,
દક્ષિણભરત ઉત્તરભારત એવી પ્રસિદ્ધિ નામથી. ૨૬૧ - સ્પાર્થ –હવે પશ્ચિમ મહાવિદેહમાં દક્ષિણ વિભાગમાં પદ્માદિ એટલે પદ્ય વગેરે આઠ વિજયે જાણવી. તેનાં નામ આ પ્રમાણે:–૧ પવા વિજય, ૨ સુપ વિજય, ૩ મહાપ વિજય, ૪ પદ્માવતી વિજય, ૫ શંખવિજય, ૬ કુસુમ વિજય, ૭ નલિન વિજય ૮ નલિનાવતી વિજ્ય. હવે ઉત્તર વિભાગમાં પણ આઠ વિજયે આવેલી છે. તેમનાં નામ–૧ વઝ વિજય, ૨ સુવપ્ર વિજય, ૩ મહાવપ્ર વિય, ૪ વપ્રાવતી વિજય, ૫ વલ્થ વિજય, ૬ સુવઘુ વિજય, ૭ ગંધિલા વિજય, ૮ ગંધિલાવતી વિજય. એ પ્રમાણે કુલ ૧૬ વિજય પશ્ચિમ મહાવિદેહમાં જાણવી. બંનેના મળીને મહાવિદેહ ક્ષેત્રમાં ૩૨ વિજયે આવેલા છે. હવે ભરત ખંડમાં મધ્ય ભાગમાં વૈતાઢય નામે પર્વત આવેલો છે. તેથી ભરત ક્ષેત્રના બે વિભાગ થાય છે. વૈતાઢયથી દક્ષિણમાં દક્ષિણ ભરતાધ અને ઉત્તરમાં ઉત્તર ભરતા–એમ બે વિભાગનાં નામે જાણવાં. ૨૬૧ હવે પૂર્વે કહેલા વૈતાઢ્ય પર્વતની બીના વગેરે જણાવે છે –
સાગર સુધી વિસ્તારમાં તે પૂર્વ પશ્ચિમ જાણિયે,
જમીનમાં ઉંડાઈ યોજન છ વલિ ઈગ ગઉ માનીયે વિસ્તારમાં પચ્ચાશ જન પચ્ચીશ ઉંચો ભાવીયે,
પૃથ્વી થકી દશ યોજને જાતાં જ દક્ષિણ ઉત્તરે. ૨૬ર વિદ્યાધરની શ્રેણી બે વિસ્તાર દશ દશ યોજને,
પચ્ચાશ નગર દક્ષિણે ને સાઠ નગર ઉત્તરે; ત્યાંથી ઉપર દશ યોજને બે શ્રેણી બંને બાજુની,
વ્યંતરના વાસવાળી પૂર્વસમ વિસ્તૃત વલી. ૨૬૩ સ્પષ્ટાર્થ – આ વૈતાઢય પર્વતને પૂર્વ છેડે તથા પશ્ચિમ છેડે લવણ સમુદ્ર સુધી આવે છે. તેની ઉંચાઈ પચીસ જનની છે અને એથે ભાગ જમીનમાં હોવાથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org