________________
૧૩૮
| [ શ્રી વિજયપધસૂરિકૃતસ્પટાર્થ –ત્રીજા વિદ્યકુમાર નિકાયને વિષે હરિ અને હરિસ્સહ એ નામના બે ઈન્દ્રો જાણવા. તથા ચેથા સુપર્ણકુમાર નામના ભુવનપતિને વિષે વેણુદેવ અને વેદારી એ નામના બે ઈન્દ્રો છે. તથા અગ્નિકુમાર નામે પાંચમા નિકાયને વિષે અગ્નિશિખ તથા અગ્નિમાનવ નામના બે ઈન્દ્રો છે. તથા છઠ્ઠા વાયુકુમારને વિષે લંબ તથા પ્રભંજન એ નામના બે ઈન્દ્રો જાણવા. સાતમા સ્વનિતકુમાર નિકાયને વિષે બે ઈન્દ્રો છે. તેમનાં નામ ૨૧૦ મા શ્લોકમાં જણાવે છે. ૨૦૯ હરિ સુષ અને મહાષ તેમ ઉદધિકમરના,
જલકાંત જલપ્રભ ઈન્દ્ર બને તેમ દ્વિીપકુમારના પૂર્ણ વલિ અવશિષ્ટ ઈન્દ્રિો દિક્કરે બે હરી,
અમિતવાસવ અમિતવાહન વીશ એ ઈન્દ્રાવલી. ૨૧૦ સ્પષ્ટાર્થ–સુષ અને મહાઘોષ એ નામના બે હરિ એટલે ઈન્દ્રો સાતમા સ્વનિતકુમાર નિકાયને વિષે જાણવા. તથા આઠમા ઉદધિકુમાર નિકાયને વિષે જલકાંત તથા જલપ્રભા નામના બે ઈન્દ્રો છે. હવે નવમા દ્વીપકુમાર નામના ભુવનપતિમાં પૂરણ તથા અવશિષ્ટ એ નામના બે ઈન્દો જાણવા. છેલ્લા એટલે દશમા દિકુમાર નામના ભુવનપતિમાં અમિત વાસવ તથા અમિતવાહન નામે ઈન્દ્ર એમ બે ઈન્દ્રો જાણવા. એ પ્રમાણે ભુવનપતિને વિષે કુલ વીસ ઈન્દ્રો જાણવા. તેમાં દરેક નિકાયમાં એક ઈન્દ્ર દક્ષિણ શ્રેણિને તથા એક ઈન્દ્ર ઉત્તર શ્રેણિને એમ અનુક્રમે જાણવું. ૨૧૦
વ્યંતર તેના સ્થાન જણાવે છે-- રત્નપ્રભા ભૂમિ ઉપરના સહસ એજનથી તજી,
- ઉપર નીચે જ સો સો રહ્યા અડસય હજી; તેહમાં દક્ષિણ તથા ઉત્તર તણે શ્રેણી વિષે,
પિશાચાદિક આઠ ભેદે વ્યંતરે મેગે વસે. ૨૧૧ સ્પષ્ટાર્થ –પૂર્વે રત્નપ્રભાના પૃથ્વી પિંડના ઉપરના એક હજાર યોજન મૂક્યા હતા તેમાંથી ઉપર અને નીચે સે સે જન કાઢીએ ત્યારે આઠસો જ બાકી રહે. તે આઠ
જનને વિષે દક્ષિણ તથા ઉત્તર શ્રેણીને વિષે પિશાચ વગેરે આઠ પ્રકારના વ્યન્તર દેવે આનંદથી રહે છે. એટલે આઠસે યેજનેને વિષે આ વ્યન્તર દેવનાં રહેવાનાં સ્થાને આવેલાં છે. તે આઠ પ્રકારના વન્તરેનાં નામ ૨૧૨ મા શ્લોકમાં જણાવાશે. ૨૧૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org