SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ર૪ चौरा बल्लका विय, दुज्जण विज्जाय विप्प पाहूणया । नणि धुत्त नरिंदा, परस्स पीडं न याणंति ॥ १ ॥ અ. ચાર, પાલક, દુર્જન, વૈદ્ય, બ્રાહ્મણ, પરાણા, વેશ્યા, ધૃત અને રાજા બીજાનાં દુ:ખને જાણતા નથી. ’૧ [ શ્રીવિજયપદ્મમુકૃિત , પુત્રનાં વચન સાંભળીને ડેાશી રિદ્ર હોવાથી ખીર કરી શકે તેમ નહતું, તેથી તે શાકથી રાવા લાગી; ત્યારે તેની પાડાશની સ્ત્રીઓએ દયાથી તેને દૂધ, ખાંડ, ઘી અને ચાખા વિગેરે સ સામગ્રી આપી; એટલે ડાશીએ દૂધ ને ચોખાની ખીર બનાવી અને તેમાં ખાંડ તથા ઘી નાંખી પુત્રને પીરસી. તે કાઈ કાર્યને માટે બીજે ઘેર ગઈ, તેટલામાં એક મહાત્મા મુનિ માસખમણને પારણે ત્યાં પધાર્યા. તેમને જોઈને પેલા છોકરો હુ ખુશી થયા અને આવ્યા કે—“ હે દયાના ભંડાર મુનિ ! આ ખીર ગ્રહણ કરો. ” મુનિએ પાત્ર થયુ. એટલે તેણે મુનિનાં પાત્રામાં ખીર વહેારાવી; તે વખત તેણે મનુષ્યનુ આયુષ્ય બાંધ્યું. પછી તેની માએ બહારથી આવીને ફરીને બાકી રહેલી ખીર તેને પીસી. તે સર્વ ખાઈ જવાથી તેને વિચિકાના વ્યાધિ થયા. તેથી તેજ રાત્રીએ મરણ પામીને તે તેજ નગરમાં ધનસાર નામના શ્રેષ્ઠીના પુત્ર થયો. તેના મેટા ત્રણ ભાઈઓ પરણેલા હતા, ત્યાર પછી આ ચેાથેા પુત્ર ધના નામના થયા. એના જન્મ થયા ત્યારથી ધનસાર શ્રેષ્ઠીનુ ધન અધિક વૃદ્ધિ પામવા લાગ્યું. ધના યાગ્ય વયનો થતાં સમગ્ર કળાઓ શીખ્યા. અને ઉત્તમ ગુણાથી માતાપિતાના અતિ પ્રીતિપાત્ર થયા. તે વખતે તેના માટા ત્રણ ભાઈએ પોતાના માતાપિતાને કહેવા લાગ્યા કે– “ આ લઘુ છતાં તમે તેને અત્યંત આદર કેમ કરે છે ? ” ત્યારે તેમણે કહ્યું કે તેના ગુણાથી તે વિશેષ સત્કારને લાયક છે. ” તે સાંભળી ત્રણે જણા બોલ્યા કે—“ એમ હોય તે તેના અને અમારા ગુણાની પરીક્ષા કરો. પિતાએ પરીક્ષા કરવા માટે ચારે પુત્રાને મંત્રીશ ત્રીશ સોનામાહારા આપી, અને કહ્યું કે- આટલા દ્રવ્યવડે વેપાર કરીને ના કરી લાવેા.” ધનાએ તે દિવસે પશુવ્યાપારમાં લાભ થવા જાણીને તે દ્રવ્યના એક બળવાન મેઢા લીધા. પછી રાજપુત્રના મેઢા સાથે લડાવવા માટે હાર સાનામેાહેારની સરત કરીને તેની સાથે લડાવ્યો. તેમાં રાજપુત્રના મે હાર્યા, તેથી એક હાર સોનામે હાર મેળવીને તે પોતાને ઘેર ગયા. તેના માટા ત્રણે ભાઈઆએ પોતપોતાને મળેલી ખત્રીશ ત્રીશ સોનમહાર વડે જુદા જુદા વેપાર કર્યા, પણ તેમાંથી કાંઈ નફા મેળવ્યો નહિ. Jain Education International એ પ્રમાણે ધનાના અનેક ઉપાય સફ્ળ થયા, અને મોટા ત્રણ ભાઈઓના નિષ્ફળ થયા. હવે તે ગામમાં એક ધનાઢય શ્રેષ્ઠી રહેતા હતા. તે અતિ કૃપણ હોવાથી તેના ઘરમાં ખાડા ખોદીને તેમાં કેટલુંક ધન દાટયું હતું. બાર્કીના દ્રવ્યના અમૂલ્ય રત્નો લઈને સુવાના ખાટલાના પાયા વિગેરેમાં ગુપ્ત રીતે છુપાવ્યા હતા, અને પેલા ખાડા ઉપર તે ખાટલે રાખી તેના ઉપર નિરંતર સૂઈ રહેતા હતા. પછી જ્યારે તે મરવા પડયે, ત્યારે For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005484
Book TitleDeshna Chintamani Part 02
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy