________________
૧૧૬
[ શ્રીવિજયસૂરિકૃત- ત્રીજું અનુકંપા દાન એટલે દીન અને દુઃખી લેકને પાત્ર તથા અપાત્રને વિચાર કર્યા વિના માત્ર દયાવડે અન્નાદિક આપવું તે. કહ્યું છે કે
दानकाले महेभ्यानां, किं पात्रापात्रचिंतया । - વીનાય વધ્યાર્થ, યથાવત્ રુપયા મા II
અર્થ-દાતારને દાન દેતી વખતે પાત્ર તથા અપાત્રને વિચાર કરવાની શી જરૂર છે? જુએ, મહાવીર ભગવાને કૃપાથી અધું દેવદૂષ્ય ગરીબ (બ્રાહ્મણ) ને આપ્યું છે.૧
આ દુષમ કાલને વિષે જગડુશા નામના શ્રાવકે નીચેના લેકમાં લખ્યા પ્રમાણે ધાન્યના મુંડા માત્ર દયા વડે બીજા રાજાઓને આપ્યા હતા.
अ य मुंडसहस्स, विसलरायस्स बार हम्मीरे ।
इगवीस य सुरत्ताणे, दुभिक्खे जगडसाहुणा दिना ॥१॥ અર્થ જગડુશાહ નામના શ્રાવકે દુકાળના વખતમાં વિસલરાજાને આઠ હજાર મુંડા, હમીર રાજાને બાર હજાર મુંડા અને દિલ્હીના સુલતાનને એકવીશ હજાર મુંડા ધાન્ય આપ્યું હતું. ૧
नवकारवालि मणिअडा, ते पर अलगा चार ।
दानशाला जगड तणी, दीसे पुढवी मुझार ॥ १॥ અર્થાત્ તે દુકાળના વખતમાં જગડુશાહે ૧૧૨ દાનશાળાઓ સ્થાપી હતી દરરોજ પ્રભાતકાળે જગડુશાહ જે ઠેકાણે બેસીને યથેષ્ઠ દાન આપતા હતા ત્યાં કઈ લજજાવાન કુલસ્ત્રીઓ વિગેરે પ્રગટપણે દાન લઈ શકે નહિ, તેમને પ્રચ્છન્નપણે દાન આપવા સારુ એક પડદે બાંધી રાખવામાં આવતું હતું કે જેથી તેઓ તેમાં હાથ નાંખીને દાન લઈ શકે. એક દિવસ વિસલરાજા પિતાના ભાગ્યની પરીક્ષા કરવા માટે વેષ બદલીને એક ત્યાં ગયો, અને પડદામાંથી હાથ લાંબો કર્યો જગડુશાહે શુભ લક્ષણવાળો ભાગ્યશાળી હાથ ઈને વિચાર્યું કે “જગતના મનુષ્યને માનવા લાયક કઈ રાજાને આ હાથ છે. હાલમાં દેવગે તે આવી સ્થિતિ પામેલો જણાય છે, માટે તે જીદગી પર્યત સુખી થાય તેમ હું કરું.” એ પ્રમાણે વિચારીને પોતાના હાથની આંગળીમાંથી મણિજડિત્ર મુદ્રિકા (વીંટી) કાઢીને હાથમાં મૂકી. તે જોઈને રાજા આશ્ચર્ય પામ્યો. ક્ષણ વાર પછી વળી તેણે ડાબો હાથ પડદામાંથી લાંબે કર્યો, એટલે જગડુશાહે તે હાથમાં પણ બીજી વીંટી આપી. તે બને સુવિકા લઈને વિસલરાજા પોતાના મહેલમાં ગયે બીજે દિવસે જગડુશાહને બોલાવીને “આ શું છે?” એમ કહીને તે બન્ને મુદ્રિકા બતાવી. તે જોઈને જગડુશા બેલ્યા કે–
सर्वत्र वायसाः कृष्णाः, सर्वत्र हरिताः शुकाः। सर्वत्र सुखिनां सौख्यं, दुःखं सर्वत्र दु:खिनाम् ॥ १॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org