SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ [ શ્રી વિજયપઘસરિકૃત કરી જિનનામ કરને બાંધી તીર્થકર થશે તે વખતે તુ જયંત વિમાનથી ચવોને તેને ગણધર થઈશ. અંતે તમે બંને મોક્ષને પામશો. હવે લક્ષમણને જીવ જે તારા પુત્ર મેઘરથ તે શુભગતિને પામશે. પછી પુષ્કરવર દ્વીપના પૂર્વ વિદેહના આભૂષણરૂપ રત્નચિત્રા નગરીમાં તે ચક્રવત્તી થશે. ચક્રવર્તિની સંપત્તિ ભેગવી દીક્ષા લઈ અનુક્રમે તે તીર્થકર થશે. અને છેવટે મોક્ષે જશે. આ પ્રમાણે સાંભળી સીતેન્દ્ર રામર્ષિને નમીને પૂર્વના સ્નેહને લીધે જ્યાં લક્ષ્મણ દુખ ભોગવતા હતા ત્યાં આવ્યા. ત્યાં શંબૂકને અને રાવણને સિંહાદિ રૂપો વિમુવીને લક્ષમણની સામે ક્રોધથી યુદ્ધ કરતાં જોયા. તે વખતે “તમને આ રીતે લડતા વિશેષ દુઃખ થશે નહિ” એમ બેલતા પરમાધામિકોએ ક્રોધથી તેમને અગ્નિકુંડમાં નાંખ્યા. ત્યાં તે ત્રણે જણ બળવા લાગ્યા તેની અંદર અંગ (શરીર) ગળી જવાથી ઉંચે સ્વરે પિકાર કરતા તે ત્રણેને અગ્નિના કુંડમાંથી ખેંચી લઈ પાછા પરમધામિઓએ બલાત્કારે કડકડતા તેલની કુંભમાં નાંખ્યા. ત્યાં પણ શરીર વિલીન થયા પછી તેમને ભટ્ટીમાં નાંખ્યા. ત્યાં તડતડાટ શબ્દ ફૂટી જતા તેઓ બહુજ તીવ્ર દુઃખ ભેગવવા લાગ્યા. આ પ્રમાણે તેમને દુઃખ ભોગવતા જોઈ સીતેન્દ્ર પરમધામિને કહ્યું કે “અરે ! દુષ્ટો! શું તમે જાણતા નથી કે આ ત્રણે ઉત્તમ પુરૂ છે. તે અસુરો ! તમે દૂર ખસી જાઓ અને એ મહાત્મા એને છોડી દે.” આ પ્રમાણે તે પરમધામિઓને અટકાવીને તેણે (સીતેન્દ્ર) શબૂક અને રાવણને કહ્યું કે “તમે પાછલા ભવમાં એવું પાપ કર્યું છે કે જેથી આવા નરકસ્થાનમાં આવ્યા છે. આ પ્રમાણે કરેલા પાપનું પરિણામ જોયા છતાં તમે હજી સુધી પણ પૂર્વ વિરને કેમ છેડતા નથી? આ રીતે તેમને લડતા અટકાવીને સીતેન્દ્ર કેવલજ્ઞાની રામે જે તેમને આગામી ભવ સંબંધ કહ્યો હતો તે સઘળો લક્ષમણને અને રાવણને બંધ થવા માટે કહી સંભળાવ્યો એટલે તેઓ બોલ્યા “હે કૃપાનિધિ ! તમે બહુ સારું કર્યું, તમારા શુભ ઉપદેશથી અમે અમારા અત્યાર સુધીનાં દુઃખને ભૂલી ગયા છીએ, પણ પાછલા ભવમાં બાધેલા દૂર કમેએ અમને આ લાંબા કાળને નરકાવાસ આપે છે, તેનું વિષમ દુઃખ હવે કોણ મટાડશે?” આવાં તેમનાં વચન સાંભળી સીતેન્દ્ર કરૂણ લાવીને બેલ્યા કે “હું તમને ત્રણને આ નરકમાંથી દેવલોકમાં લઈ જઈશ. ” એમ કહી તેણે પોતાના હાથવતી તે ત્રણેને ઉપાડયા, પરંતુ તત્કાળ તેઓ પારાની જેમ કણ કણ થઈને તેના હાથમાંથી સરી ગયા, અને તેઓનાં અંગ મળી ગયાં, એટલે ફરી વાર પાછા સીતેન્દ્ર ઉપાડયા, તે વખતે પણ પૂર્વની જેમ વેરણ શરણ થઈ ગયા અને મળી ગયા. પછી તેઓએ સીતેન્દ્રને કહ્યું કે “હે ભ! તમારા ઉપાડવાથી ઉલટું અમને વધારે દુઃખ થાય છે, માટે હવે અમને છેડી છે અને તમે દેવલોકમાં જાઓ.” પછી તેમને મૂકી દઈને સીતેન્દ્ર રામની પાસે આવ્યા, અને રામને નમીને શાશ્વત અહંતની તીર્થયાત્રા કરવા માટે નંદીશ્વરાદિક તીર્થોએ ગયા. પાછા વળતાં માર્ગમાં દેવકર ક્ષેત્રમાં ભામંડલ રાજાના જીવને યુગલિક પણે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005484
Book TitleDeshna Chintamani Part 02
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy