SearchBrowseAboutContactDonate
Page Preview
Page 438
Loading...
Download File
Download File
Page Text
________________ દેશનાચિંતામણિ ] છસ્સો પચાસ ઉપર દુવાલસ સહસ સંખ્યા વાદીની, નવસે સહસ બાવીસ અનુત્તરગામી શ્રી મુનિરાજની એકસે છાસઠ અને ચઉ સહસ મુનિ સામાન્ય છે, પ્રભુ તણા પરિવારના સદ્દગુણુ સદા સંભારીએ. ૫૬૩ અર્થ તથા શાસ્ત્રાર્થની ચર્ચા કરીને પરવાદને જીતનારા વાદીઓની સંખ્યા બાર હજાર છસો પચાસની હતી. તથા બાવીસ હજાર અને નવસો મુનિઓ અનુત્તરગામી એટલે અહીંથી અનુત્તર વિમાનમાં જનારા હતા. તથા ચાર હજાર એકસો ને છાસઠ સામાન્ય મુનિઓ હતા. એ પ્રમાણે અમે પ્રભુદેવના પરિવારના સદ્દગુણેનું હંમેશાં સ્મરણ કરીએ છીએ. પ૬૩ ગ્રંથકાર સમાપ્તિ મંગલમાં શ્રીસંઘને આશીર્વાદ આપે છેદેશના ચિંતામણિના પ્રથમ ભાગે દેશના, વર્ણવી શ્રી આદિ પ્રભુની યોગથી શ્રવણદિના શ્રી સંધ ઘર આનંદ મંગલ ગાદ્ધિ વૃદ્ધિ પ્રકટ, ભવ્ય જન પરમાત્મ રૂપે શાશ્વતાનંદી થજે. પ૬૪ અર્થ—એવી રીતે આ દેશના ચિંતામણિ નામના ગ્રંથના પ્રથમ ભાગમાં પ્રથમ તીર્થકર શ્રી ગષભદેવ ભગવંતની દેશનાનું મેં વર્ણન કર્યું. આ રચનાના ફલરૂપે હું ચાહું છું કે તે દેશનાના શ્રવણાદિના વેગથી એટલે સાંભળવું, ભણવું, ભણાવવું તથા વાંચવું અને વંચાવવું વિગેરે વડે કરીને શ્રી ચતુર્વિધ સંઘના ઘરમાં આનંદ એટલે હર્ષ, મંગલ એટલે દુઃખને નાશ, ઋદ્ધિ એટલે સંપત્તિની વૃદ્ધિ અથવા વધારે થશે. તેમજ ભવ્ય જીવો પરમાત્મ સ્વરૂપને પામીને શાશ્વતાનંદી એટલે મેક્ષના શાશ્વત સુખના આનંદને ભેગવનારા થજે. ૫૬૪ પિતાના લઘુતા ગર્ભિત વિચારો જણાવે છે – નહિ બોધ મુજ મજબૂત તોએ ગુરૂચરણ અનુભાવથી, શ્રીસંઘ સેવા મુજ મળી મળજે ભવભવ આજથી યાચું ક્ષમા ભૂલચૂકની ગુરૂ દેવ સાખે પલપલે, વિનવું ગીતાર્થ ગુણિજન ભૂલની શુદ્ધિ કરે. ૫૬૫ અર્થ –જે કે મારે શાસ્ત્રબંધ મજબૂત નથી, એટલે હું આગમના સંપૂર્ણ બંધ વાળો નથી, છતાં મારા આદ્ધારક પરમપકારી શિરોમણિ પૂજ્યપાદ શ્રી ગુરૂ મહારાજ વિજયનેમિસૂરીશ્વરજી મહારાજના ચરણકમલની સેવાના પ્રતાપથી આ ગ્રંથ રચનારૂપ શ્રી સંઘ (ની) સેવા મને આજે મળી. આવી ઉત્તમ શ્રી સંઘની સેવા ભવભવ મળજે, એમ હું નિરંતર ચાહું છું. તથા આ વિશાલ ગ્રંથની રચને મેં બહુજ કાળજી પૂર્વક કરી છે, તે પણ અનુપગ ભાવે કદાચ કંઈ ભૂલ ચૂક થઈ હોય, તે “માફી માગનારા ભવ્ય છ આરાધક બને છે, એટલે આત્માનું હિત સાધી શકે છે. આ પ્રાચીન મહાપુરૂષની Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005483
Book TitleDeshna Chintamani Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1996
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy