SearchBrowseAboutContactDonate
Page Preview
Page 436
Loading...
Download File
Download File
Page Text
________________ દેશનાચિંતામણિ ] ૩૮૯ મહારાજનું શરણુ, તથા કેવલી ભાષિત ધર્મનું શરણ એ ચાર શરણને અંગીકાર કરીને સુકૃત કાર્ય એટલે કરેલાં શુભ કાર્યોની અનુમોદના કરજે. પ૫૬ ગર્વ કૃત પાપને સુણજે સુજનના જીવનને, રાખજે ઔદાર્ય ધારી ધર્મિના દષ્ટાન્તને તાસ પંથે ચાલજે કર અપર ઉપકારને, સાહસ્મિવછલને કો હૃદયે ધરી શુભ ભાવને. પપ૭ અર્થ:–કૃતપાપ એટલે કરેલાં પાપોને ગહેજે એટલે ગુરૂની સાક્ષીએ નિંદ, વળી સુજન એટલે સજજન પુરૂષના જીવનને એટલે વૃત્તાંતને સાંભળજે. વળી ધમી પુરૂષોના દષ્ટાન્તને સ્મરણમાં લાવીને એટલે તેઓએ દાન વગેરે વડે કેવાં કેવાં સારાં કાર્યો કર્યા? તે વિચારીને ઉદારતા રાખજે. તાસ પશે એટલે તે ધર્મિષ્ટ પુરૂષના માર્ગે ચાલજે એટલે તેમના આચરણ મુજબ વર્ત જે. તથા અપર એટલે બીજા પુરૂષના ઉપર ઉપકાર કરે તેમને સહાય કરજો. તથા હૃદયમાં શુભ ભાવ એટલે સારા પરિણામ રાખીને સાધર્મિવાછત્ય કરજે. અથવા સાધર્મિક ભાઈઓને પિતાની શક્તિ પ્રમાણે સહાય કરજો. ૫૫૭ ભાવના શુભ ભાવ ને સર્વ જીવ ખમાવજો, આરાધજે આવશ્યકો સવિ પાપને આલોચક ધર્મને અભ્યાસ કરજો ધારે સમતાદિને, શાશ્વતા સુખ પામો સાધી જિનેશ્વર મર્મને. ૫૫૮ અર્થ-તથા હે ભવ્ય જી ! શુભ ભાવના એટલે મૈત્રી પ્રદ વિગેરે સારી ભાવનાએ ભાવજે, તથા સર્વ જીવોને ખમાવજે એટલે સર્વ જીવના કરેલા અપરાધની માફી માગજો. તથા સામાયિક વગેરે આવશ્યક એટલે પ્રતિક્રમણ વિગેરે અવશ્ય કરવાનાં કાર્યોની આરાધના કર તથા કરેલાં સઘળાં પાપની ગુરૂ મહારાજની પાસે આચના કરજે. એટલે કરેલાં પાપ ગુરૂ સમક્ષ જણાવીને તેનું પ્રાયશ્ચિત કરજે. ધર્મ શાસ્ત્રને અભ્યાસ કરજે. સમતાદિ એટલે સમભાવ, શાંતિ, સંતોષ વગેરે ગુણોને ધારણ કરજો. તથા જિનેશ્વર ભગવંતે કહેલા ધર્મની આરાધના કરીને શાશ્વતા (એટલે કાયમ રહેનારા) જે મોક્ષનાં સુખ તેને મેળવજે. ૫૫૮ દેશના પૂરી કરીને પ્રભુ નિર્વાણપદ પામે છે વિગેરે બીના બે લેકમાં જણાવે છે એમ બહુવિધ દેશના દઈ પ્રભુ ભવિક જન તારતા, સહસ વર્ષે જૂન પૂરવ લાખ મહિતલ વિચરતા; માહ વદની તેરસે અષ્ટાપદે પૂર્વાહમાં, નક્ષત્ર અભિજિત મકર રાશિ તૃતીય આરક અંતમાં. પ૫૯ ત્રણ વર્ષ સાડી આઠ મહિના શેષ રહેતાં તેહના, ઉપવાસ છ કરી સાથમાં ગુણિ દસ સહસ પરિવારના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005483
Book TitleDeshna Chintamani Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1996
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy