________________
૩૮૬
[ શ્રી વિજ્યપદ્વરિતસાંભળજો અને તે આગમના અર્થને હંમેશાં વિચાર કરજો. અહીં “જિન સિદ્ધાન્ત” શબ્દથી શ્રી તીર્થકર દેવે અર્થ રૂપે કહેલા અને શ્રીગણધર દેએ સૂત્રરૂપે ગુંથેલા પવિત્ર આગમનું ગ્રહણ કરવું. એટલે ભવ્ય જીવોએ હંમેશાં આગમની વાણું જરૂર સાંભળવી જોઈએ, કારણ કે તે જેનાગમને અપૂર્વ પ્રભાવ કલિકાલમાં પણ જણાય છે. હાલ સંસારસમુદ્રને તારનારા (૧) જેનાગમ અને (૨) પ્રભુની પ્રતિમા છે. આ બંનેમાં પણ પ્રતિમાના સ્વરૂપને જેનાગમ સમજાવે છે, આ મુદ્દાથી પહેલો કહ્યો છે. પૂજ્ય શ્રી સિદ્ધષિ ગણિવરે શ્રીઉપમિતિભવ પ્રપંચા ગ્રંથમાં જૈનાગમને મહિમા બહુ જ સરસ પદ્ધતિએ સ્પષ્ટ અને યથાર્થ વર્ણવ્યું છે તે ટુંકામાં આ પ્રમાણે જાણ:--જે કુપાત્ર જીવો હોય, તેજ છે સદાગમના વચનથી વિરૂદ્ધ વર્તન કરે છે. નીતિ ( શાસ્ત્ર, ન્યાય ) એમ કહે છે કે
જે જેનાથી વિરૂદ્ધ વર્તે તે તેનાથી તિરસ્કારને પામે” આ નિયમ પ્રમાણે તે આગમથી વિરૂદ્ધ વર્તનારા છે મહા પ્રભાવશાલી સદાગમ ભગવંતથી તિરસ્કાર પામે, એમાં નવાઈ શી? આ છે સદાગમને તરછોડનારા છે ( કાલ્પનિક દષ્ટિએ) એમ વિચારીને કર્મ પરિણામ રાજા તે નાગમન તિરસ્કાર કરનારા જીને ઘણુ રીતે દુઃખ પમાડે છે. અને જે સુપાત્ર ભવ્ય જી આ જન આગમના કહ્યા પ્રમાણે ચાલે છે, તેમને તે જેનાગમ કર્મ પરિણામ રાજાના દુઃખમાંથી છોડાવે છે, તથા તેવા પ્રકારની શક્તિ વિનાના કેટલાએક ભવ્ય જીવો એવા પણ હોય છે કે જેઓ સદાગમની ઉપર તીવ્ર ભક્તિ ભાવ રાખે છે, પણ તેની સંપૂર્ણ આજ્ઞા પ્રમાણે બરોબર વતી શકતા નથી, એટલે આગમના વચને પૂરેપૂરી રીતે અમલમાં મૂકી શકતા નથી, પણ યથાશક્તિ ઓછા વધતા પ્રમાણમાં આગમન વચનની આરાધના કરે છે. અથવા કદાચ તેમ પણ ન કરી શકે તે આગમની ઉપર અખંડ ભક્તિ ભાવ તે જરૂર રાખે જ છે. અથવા ફક્ત શ્રી જૈનાગમ ભગવંતનું નામ ગ્રહણ કરે છે. અથવા જેઓ સદાગમ ભગવંતના વચન પ્રમાણે વર્તનારા મહાપુરૂષને જોઈને એમ અનુમોદના કરે છે કે–આ મહાત્માઓ કૃતાર્થ છે, પુણ્યશાલી છે, તેમને માનવ ભવ સફલ છે. આવા વચન રૂપ સાધન નથી જાણી શકાય એ પક્ષપાત (ગુણાનુરાગ) કરે છે. અથવા જે ભદ્રિક ( સરલ) આ શ્રી સદારામ ભગવંતનું નામ પણ જાણતા નથી, છતાં અનુપગ ભાવે પણ (અજાણતાં પણ) આ સદાગમના કહ્યા પ્રમાણે વર્તે છે, તેવા વિવિધ પ્રકારના (જુદી જુદી જાતના) જીને આ કર્મપરિણામ રાજ જે કે સંસાર રૂપી નાટકમાં કેટલાક ટાઈમ સુધી નચાવે છે તો પણ આ જીવો સદાગમને માન્ય છે એમ વિચારીને તેમને નારક તિર્યંચ તથા ખરાબ મનુષ્ય અને ખરાબ દેવ રૂપ અધમ પાત્ર બનાવતું નથી. પરંતુ કેટલાએક જીવોને અનુત્તર દેવરૂપે બનાવે છે. તથા કેટલાએક જીને શ્રેયક દેવ સ્વરૂપ અથવા કલ્પપપન્ન દેવ સ્વરૂપ કે મહદ્ધિક દેવ બનાવે છે, તેવી રીતે મનુષ્યપણામાં પણ તે કર્મ પરિણામ રાજા તે સરલ છને સુંદર રૂપવંત ચક્રવર્તી મહા મંડલિક રાજા વિગેરે ઉત્તમ સ્વરૂપે પમાડે છે, એટલે તેવા ભદ્રિક જી હલકી સ્થિતિને પામતા નથી. જો કે કર્મ પરિણામ રાજા મહા પરાક્રમી છે તો પણ આ શ્રી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org