SearchBrowseAboutContactDonate
Page Preview
Page 380
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૩ દેશનાચિંતામણિ ] (૭) તથા રાજમન્દિરમાં જેમ ગોશીર્ષ ચંદનાદિ ઉત્તમ દ્રવ્યોનાં અનેક પ્રકારનાં વિલેપને હોય છે જેનું વિલેપન કરવાથી અંગને દાહ શાન્ત થાય છે, તેમ શ્રી જિ. નેન્દ્ર શાસન રૂપી રાજમન્દિરમાં સમ્યગદર્શન તે ગશીર્ષચંદનાદિકના વિલેપન જેવું શેભી રહ્યું છે, કારણ કે મિથ્યાત્વ અને કષાય રૂપ અગ્નિથી તપેલા ભવ્ય જીવ સમ્યગદર્શનની પ્રાપ્તિથી અત્યંત શાન્ત થઈ જાય છે. કારણ કે સમ્યગદર્શન પામતાં મિથ્યાત્વને અને અનંતાનુબંધી જેવા ઉગ્ર કષાને ઉદય મંદ પડી જાય છે. એ પ્રમાણે શ્રી જિનેન્દ્ર શાસનને રત્નાદિ પદાર્થોવાળું રાજમન્દિર કહેવાનું કારણ એ છે કે જેમ રાજમન્દિરને પ્રાપ્ત કરતાં સર્વ દુઃખ નાશ પામી સર્વ પ્રકારનાં સુખ પ્રાપ્ત થાય છે તેમ શ્રી સર્વજ્ઞ ભગવંતે કહેલા અથવા દર્શાવેલા સમ્યગદર્શન જ્ઞાન ચારિત્રની પ્રધાનતાવાળા શ્રી જિનેન્દ્ર શાસનમાં જે જે વર્તે છે તે મહા ભાગ્યશાળી જીવો નરક રૂપી અંધારા કૂવાને પૂરી દે છે. એટલે નરક ગતિમાં જતા નથી, તથા તેઓ બંદીખાના સરખી તિર્યંચ ગતિમાં જતા નથી. તથા તે ભાગ્યશાળી જીવોએ કુમનુષ્યપણાનાં દુઃખ નાશ કર્યા જાણવાં, તથા કુદેવપણું વિગેરે ખરાબ સ્વરૂપથી વાસિત ચિત્તના સંતાપને પણ નાશ કર્યો છે, તથા તેમણે મિથ્યાત્વરૂપ વેતાલ ( દુષ્ટ દેવવિશેષ) ને નાશ કર્યો છે એમ જાણવું. અને રાગાદિ શત્રુઓને નાશ કર્યો છે, તથા કર્મના સમૂહ રૂપી અજીર્ણને પચાવી દીધું છે, અને વૃદ્ધાવસ્થાના વિકારે નષ્ટ કર્યા છે, મૃત્યુના ભયને હાથ છેદી નાખે છે, તથા તે ભાગ્યશાળી છએ સ્વર્ગનાં ને મેક્ષનાં વિવિધ સુખો હથેલીમાં પ્રાપ્ત કર્યા છે એટલે સ્વાધીન ક્યાં છે. તથા શ્રી અરિહંત પ્રભુના દર્શનમાં વર્તતા તે ભાગ્યશાળી છે સાંસારિક સુખોની અવગણના કરે છે તથા સર્વ સંસારના વિસ્તારને હેય બુદ્ધિએ ગ્રહણ કરે છે. એટલે છોડવા ગ્ય માને છે, અને કેવળ મેક્ષમાં જ પિતાનું ચિત્ત એકતાથી પરોવી દે છે. માટે એવા જીને મને મોક્ષની પ્રાપ્તિ થશે કે નહિં” આવી અગ્ય શંકા થતી જ નથી, એટલે મને મેક્ષ વહેલો મેડ પણ અવશ્ય થશે જ એમ માને છે. કારણ કે જે ઉપેય (કાર્ય) ને માટે જે ઉપાય છે તે ઉપાયે તે ઉપેય (કાર્ય) પ્રત્યે પ્રતિકૂલ હોતા જ નથી, આ ન્યાયશાસ્ત્રના પ્રમાણે મેક્ષ એ ઉપેય છે અને ઉત્તમ જ્ઞાન દર્શન ચારિત્ર એ ઉપાય છે, માટે જ્ઞાન દર્શન ચારિત્રથી મોક્ષ પ્રાપ્તિ અવશ્ય હોય છે જ, પરંતુ એમાં ભજના (હાય અથવા ન હોય એ વિકલ્પ) હોય જ નહિ. ૪૪૪ કઠિન બીના સમજતા ના કર્મના કદી ઉદયથી, ત્યારે ગણેતા સત્ય જિનપતિ વચન મનના ભાવથી; રાગાદિ કારણ જાઠના તે તીર્થ પતિને રજ નથી, નિગ્રંથ પ્રવચન આત્મ હિતકર માનતા બહુ રંગથી. ૪૪૫ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005483
Book TitleDeshna Chintamani Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1996
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy