________________
૧૬
બ્રાહત ક્ષેત્ર સમાસ પહેલી કચ્છ વિજય. બીજી સુકરછ વિજય, ત્રીજી મહાક૭ વિજ્ય, પછી માલ્યવંત પર્વતથી પૂર્વ દિશામાં રહેલી વિજેમાં મધ્ય ભાગમાં ચેથી કાવતી વિજ્ય, પાંચમી આર્વત વિજય, છટ્રી મંગલાવત વિજ્ય, સાતમી પુષ્કલ વિજય અને આઠમી પુષ્કલાવતી નામની વિજય છે.
હવે શીતા મહા નદીની દક્ષિણ દિશા તરફ રહેલી અને વનમુખથી પશ્ચિમ તરફ ક્રમસર આઠ વિજયોના નામો આ પ્રમાણે જાણવા. | (૯) પહેલી વત્સ વિજય, (૧૦) બીજી સુવત્સ વિજ્ય, (૧૧) ત્રીજી મહાવસ વિજય, (૧૨) શીતા મહી નદીની દક્ષિણ દિશામાં રહેલી આઠ વિજયોમાંની મધ્યમાં ચથી વત્સાવતી વિજય, (૧૩) પાંચમી રમ્ય વિજય, (૧૪) છઠ્ઠી રચક વિજ્ય, (૧૫) સાતમી રમણીય વિજય અને (૧૬) આઠમી મંગલાવતી નામની વિજય છે.
હવે આ વિજય વિધુતપ્રભ ગજદંત પર્વતની પશ્ચિમમાં અને શીતાદા મહાનદીની દક્ષિણ તરફ રહેલી આઠ વિજયના કમસર નામે જાણવા. તે આ પ્રમાણે
(૧૭) પહેલી વિદ્યુતપ્રભની બાજુમાં પદ્મ વિજ્ય, (૧૮) બીજી સુક્ષ્મ વિજય, (૧૯) ત્રીજી મહાપદ્મ વિજય, (૨૦) શીદા મહા નદીની દક્ષિણ દિશા તરફ રહેલી આઠ વિજયોમાં મધ્ય ભાગે ચોથી પક્ષ્માવતી વિજય, (૨૧) પાંચમી શંખ વિજય, (૨૨) છઠ્ઠી નલિન વિજય, (૨૩) સાતમી કુમુદ વિજય, અને (૨૪) આઠમી નલિનાવતી વિજ્ય કહી છે.
હવે આ વિજ શીતોદા મહા નદીની ઉત્તર દિશામાં રહેલી અને વનમુખથી પૂર્વ દિશા તરફ આઠ વિજયના નામ કમસર આ પ્રમાણે છે.
(૨૫) પહેલી વપ્રવિજય, (૨૬) બીજી સુવપ્ર વિજય, (૨૭) ત્રીજી મહાવમ વિજ્ય, (૨૮) શીદા મહા નદીની ઉત્તર દિશા તરફ રહેલી વિજયેમાં મધ્ય ભાગે ચથી વપ્રાવતી વિજય. (૨૯) પાંચમી વલ્થ વિજય, (૩૦) છઠ્ઠી સુવલ્ય વિજય, (૩૧) સાતમી ગંધિત વિજ્ય અને (૩૨) આઠમી ગંધિલાવતી નામની વિજય કહેલી છે.
- વર્તમાન કાલમાં ૮ મી પુલકલાવતી નામની વિજ્યમાં શ્રી સીમંધર રવામિ નામના શ્રી તીર્થકર ભગવાન, ૮ મી વત્સ નામની વિજયમાં શ્રી યુગમંધર સ્વામી, ૨૪ મી નલિનાવતી નામની વિજયમાં શ્રી બાહુજિન અને ૨૫ મી વપ્રનામની વિજયમાં શ્રી સુબાહુ નામના જિનવર વિચરે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org