________________
૧૪૨
બૃહત ક્ષેત્ર સમાસ ૭૩. વીતશોક, ૭૪. વિમલ, ૭૫. વિતતક, ૭૬. વિવસ્ત્ર, ૭૭. વિશાલ, ૭૮. શાલ, ૭૯. સુવ્રત, ૮૦. અનિવૃત્તિ, ૮૧. એક જટી, ૮૨. કીજટી, ૮૩. કરિક, ૮૪. કર, ૮૫. રાજા, ૮૬. અર્ગલ, ૮૭. પુષ્પકેતુ અને ૮૮. ભાવકેતુ.
આ સર્વ ગ્રહોની ગતિ વક અને અનિયમિત હોવાથી પૂર્વાચાર્યોએ એમની ગતિ કે મંડલ વિષે કંઈ કહ્યું નથી છતાં કેટલાક ગ્રહોનું ગતિ આદિ કંઈક સ્વરૂપ લોકો પાસેથી શ્રવણગોચર થાય છે.
ગ્રહ પણ મેરુ પર્વતને ફરતા ભમ્યા કરે છે.
તારાઓની સંખ્યા
એક ચંદ્રના પરિવારમાં ૬૬૯૭૫ કડાકેદી તારાગણને પરિવાર છે. બે ચંદ્રના મળીને ૧૩૩૦૫૦ કડકેડી તારાઓનો સમુહ છે, એટલે જંબુદ્વીપના બે ચંદ્રના મળીને ૧૩૩૯૫૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ (૧૫ મીંડા) તારાઓ છે.
અહીં કડાછેડી કહ્યું છે તેને કોઈ આચાર્ય સંજ્ઞાતર-નામાંતર કહે છે. કેમકે ક્ષેત્ર થોડું છે. વળી કઈક આચાર્યો તારાઓના વિમાનને ઉત્સલ્ય અંગુલ પ્રમાણથી માપવાનું કહે છે.
વર્તમાનમાં એક કોડને એક કોડે ગુણતાં કડાકડી થાય છે, આ રીતની કેડાછેડી નહિ ગણતાં જેમ વ્યવહારમાં ૨૦ની સંખ્યાને પણ કેડી કહેવાય છે, તેમ એવી કઈ સંખ્યાવાળી કેડી લઈએ તો તે પ્રમાણ વડે કેડીકેડી સંખ્યાના તારાઓ જબૂદ્વીપમાં સુખપૂર્વક સમાઈ શકે.” આમ કેઈ આચાર્ય માને છે.
ઉત્સધ અંગુલથી પ્રમાણ અંગુલ ૪૦૦ ગણું મોટું છે. (અથવા હજારગણું) હેવાથી જંબૂદ્વીપના ક્ષેત્રફળમાં આકાશક્ષેત્રમાં પ્રસિદ્ધ એવી કડાડી સંખ્યાના તારાઓના વિમાન સુખેથી સમાઈ શકે. આ માટે બને મત છે.
તારાઓના વિમાનનું ઉત્કૃષ્ટ અંતર ૧૨૨૪૨ યોજન, જઘન્ય અંતર વ્યાઘાતમાં ૨૬૬ યોજન, વ્યાધાત વિના ૨ ગાઉ, જઘન્ય ૫૦૦ ધનુષ હોય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org