________________
બૃહત્ ક્ષેત્ર સમાસ
હે ગૌતમ ! ઉચે ૧૦૦ યોજન, નીચે ૧૮૦૦ થોજન અને તીવ્હ ૪૦૨૬૩ યોજન ક્ષેત્રને પ્રકાશિત કરે છે.
તેમાં એક સૂર્ય સર્વ અત્યંતર મંડલમાં મેરુ પર્વતથી અગ્નિ ખૂણામાંથી પ્રવેશે છે, ત્યારે બીજો સૂર્ય તે જ વખતે સર્વ અત્યંતર મંડલમાં વાયવ્ય ખૂણામાંથી પ્રવેશે છે.
આ પ્રમાણે સર્વ અત્યંતર મંડલમાં પ્રવેશ કરતાં બન્ને સૂયો વડે પ્રથમ ક્ષણે વ્યાપ્ત થલા ક્ષેત્રની અપેક્ષાએ બુદ્ધિ વડે સંપૂર્ણ સર્વ અત્યંતર મંડલની કલ્પના કરાય છે.
આ રીતે બુદ્ધિથી કપીને જ પહેલું સર્વ અત્યંતર મંડલ જાણવું અને તેની પરિધિના પ્રમાણમાં મુહૂર્ત મુહૂર્ત સૂર્યની ગતિનું માપ જાણવું આ મંડલ વાસ્તવિક નથી. કેમકે નિશ્ચયથી તો માત્ર આકાશ હોવાને કારણે મંડલ જેવી કેાઈ સીમા રેખા નહિ હોવાથી સર્વ અત્યંતર મંડલનો અભાવ છે.
એક સૂર્ય મેરુ પર્વતથી અગ્નિ ખૂણામાંથી સર્વ અત્યંતર મંડલમાં પ્રવેશી મેરુ પર્વતના દક્ષિણ વિભાગને પ્રકાશિત કરે છે. ત્યારે બીજો સૂર્ય વાયવ્ય ખૂણામાંથી સર્વ અત્યંતર મંડલમાં પ્રવેશીને મેરુ પર્વતના ઉત્તર વિભાગને પ્રકાશિત કરે છે.
આ વખતે મેરુ પર્વતના દક્ષિણ વિભાગમાં અને ઉત્તર વિભાગમાં સર્વ ઉત્કૃષ્ટ ૧૮ મુહૂર્તને દિવસ હોય છે. તથા સર્વ જઘન્ય ૧૨ મુહૂર્તની રાત્રિ હેય છે. - ત્યાર પછી સૂર્યો સર્વ અત્યંતર મંડલથી નીકળતા નૂતન વર્ષની પ્રથમ અહે રાત્રિએ સર્વ અત્યંતર મંડલની બાજુના બીજા મંડલમાં સંક્રાંત થઈને ગતિ કરે ત્યારે દક્ષિણ તરફને સૂર્ય [ભારત સૂર્ય] સર્વ અત્યંતર મંડલમાંથી નીકળીને મેરુ પર્વતથી વાયવ્ય ખૂણામાં સર્વ અત્યંતર મંડલના પછીના બીજા મંડલના ઉત્તરાર્ધ મંડલમાં પ્રવેશીને ગતિ કરે છે. અને ઉત્તર તરફનો સૂર્ય (ઐરાવત સૂર્ય) સર્વ અત્યંતર મંડલ સંબંધી ઉત્તરાર્ધ મંડલમાંથી નીકળીને મેર પર્વતથી અગ્નિ ખૂણામાં સર્વ અત્યંતર મંડલના બીજા મંડલના દક્ષિણાઈ મંડલમાં પ્રવેશીને ગતિ કરે છે.
આ પ્રમાણે સંક્રાંત થતાં બન્ને સૂર્યો વડે પ્રથમ ક્ષણે જે ક્ષેત્ર વ્યાપ્ત થાય તે અપેક્ષાએ પ્રતિપૂર્ણ બીજું મંડલ બુદ્ધિથી પરિકલ્પના કરી લેવી. આ પ્રમાણે સર્વ મંડલેમાં પહેલી-પહેલી ક્ષણે વ્યાપ્ત થતા ક્ષેત્રો આશ્રીને બુદ્ધિથી તે તે મંડલે પૂર્ણ મંડલ ક૯પી લેવા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org