________________
૫૯
જનદષ્ટિએ મહા ભૂગળ-સૂર્યમંડલનું સ્વરૂપ સુર્યના પ્રકાશે હજુ વિદેહ ક્ષેત્રમાં નહિ પણ વિદેહ ક્ષેત્રની નજીક સ્પર્શ કર્યો, જયારે આ બાજુ તે વખતે વિદેહમાં પણ હજુ રાત્રિ પૂર્ણ થઈ નથી. પણ પૂર્ણ થવાથી તૈયારી તરફ આવી ચૂકી છે અને આ વખતે ભારત-ઐરાવત ફોત્રમાં સૂર્ય સંપૂર્ણ ૧૫ મુહુર્ત પૂર્ણ કરતા આગળ વધે કે તુરત જ તેને પ્રકાશ પણ તેટલે દુર દુર આગળ ફેંકાતા જાય છે. અને પાછળ પાછળથી ખસતો જાય. કેમકે સૂર્ય પ્રકાશની પૂર્વ-પશ્ચિમની લંબાઇરૂપ પહોળાઈ છે કે ક્ષણે ક્ષણે પરાવર્તન સ્વભાવવાળી છે. પરંતુ બે પડખે તે કાયમ સરખા પ્રમાણવાળી રહે છે. તેથી સૂર્ય જેમ જેમ ખસતો જાય તેમ તેમ જ્યાં જ્યાં સૂર્યકીરણે પહોંચી શકે એવા આગળ આગળના ક્ષેત્રમાં પ્રકાશ થતો જાય છે.
આ નિયમ હોવાથી અત્યાર સુધી ૧૫ મુહુર્ત કાળ પૂર્ણ થવા આવ્યો હતો (વિદેહની અંદર નહિ પણ) જે છેડે પ્રકાશ આપી રહ્યો હતો. ત્યાં ૧૫ મુહુર્ત પૂર્ણ થયે હવે તેના તે જ સૂર્યના પ્રકાશે વિદેહમાં પ્રવેશ કર્યો અર્થાત ભરત–ઐરાવત ક્ષેત્રમાં ૧૮ મુહુર્તના દિનમાન પછી અંતીમ 3 મુહુર્ત સુધી દિવસ હોય ત્યારે ત્યાંના સૂર્યોદયના કાળના પ્રારંભમાં (પ્રભાતના) ૩ મુહુર્ત હેય.
આથી એ નક્કી થયું કે “ભરત–ઐરાવતક્ષેત્રના અસ્ત સમય પૂર્વનો ૩ મૂહુર્ત પ્રમાણે જે કાળ તે બન્ને દિશાગત પૂર્વ વિદેહ અને પશ્ચિમ વિદેહમાં સૂર્યોદયમાં કારણરૂપ હેવાથી તે જ કાળ ત્યાં ઉદયરૂપે સમજે. મહાવિદેહેમાં જ્યાં પ્રકાશનું પડવું થાય તે સ્થાન તે મહાવિદેહના મધ્ય ભાગની અપેક્ષાએ સમજવું. વિદેહની પહેલાના જે મધ્ય ભાગની સીમા તેના મધ્ય ભાગે એટલે વિદેહની પહોળાઈનો જે મધ્યભાગ, તે લેવાનો પણ લંબાઈનો મધ્ય ભાગ નહિ.
સૂર્યના ઉદય-અસ્ત સ્થાનને જોવાની અપેક્ષા ભરત ક્ષેત્રના મધ્ય ભાગથી (અધ્યા)થી ગણવાને હેય છે. તેમ વિદેહમાં પણ સમજવું. પણ વિદેહમાં મધ્ય ભાગ જો લેવો તેનું સ્પષ્ટ વિધાન નથી.
૧-મહાવિદેહ ક્ષેત્રમાં મધ્ય ભાગમાં એક બાજુ સીતા મહાનદી, બીજી બાજુ શીતાદા મહાનદી ઉભી પડેલી છે. તેના પહેલાઇનું મધ્યબિંદુનું સ્થાન ગણતરીમાં હોવું કે વિજયોની રાજધાની રૂ૫ મધ્ય ભાગ ગણતરીમાં હોવો ? તેને સ્પષ્ટ ખુલાસે નહિ હેવાથી યથા સંભવ મધ્ય ભાગ વિચાર. (મહાવિદેહનું મધ્ય સીતા-સીતાદાના મધ્ય ભાગે સંભવે).
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org