________________
પ
નદષ્ટિએ મહા ભૂગેળ-સૂર્યમંડલનું સ્વરૂપ દક્ષિણાયન કહેવાય છે. આ દક્ષિણાયનો આરંભ થવા માંડે ત્યારથી સૂર્ય સર્વ બાહ્ય મંડલ તરફ જતો હેવાથી કમે-કમે સૂર્યને પ્રકાશ તે તે ક્ષેત્રમાં ઘટતો જાય છે. આપણે તેને તેજની પણ મંદતા જોઈએ છીએ. અર્થાત દિનમાન ઓછું થતું જાય છે. અને રાત્રિ મોટી થતી જાય છે. આપણે જે બરાબર ધ્યાન આપીશું તે સૂર્ય દક્ષિણાયનમાં દરરોજ દક્ષિણ દિશા તરફ ખસતે–ખસતે જોવામાં આવશે અને ઉત્તરાયનમાં સૂર્ય દરરોજ દક્ષિણથી ઉત્તર તરફ ખસખસતો જોવામાં આવશે.
- આ પ્રમાણે સૂર્યો સર્વ બાહ્ય મંડલમાંથી પુન: પાછા ફરતા બીજા મંડલથી માંડી ઉત્તરાભિમુખ ગમન કરતા જંબુદ્વીપમાં પ્રવેશીને સર્વ અત્યંતર મંડલમાં–પ્રથમ મંડલમાં આવે ત્યારે સર્વ બાહ્યના બીજા મંડલથી ૧૮૩ માં મંડલ સુધીને કાળ૬ મહિનાને કાળ ઉત્તરાયન કહેવાય છે.
દક્ષિણાયન પૂર્ણ થાય એટલે અંતિમ મંડલ વજીને બીજા મંડલથી ઉત્તરાયનને પ્રારંભ થાય છે. ત્યાંથી સૂર્ય સર્વ અત્યંતર મંડલ તરફ જેમ જેમ આવતું જાય તેમ તેમ સૂર્યના તેજમાં વૃદ્ધિ-એટલે ક્રમે ક્રમે દિવસ વધતો જાય અને પ્રકાશ ક્ષેત્ર પણ વધતું જાય છે. દિનમાન વધતું જાય અને રાત્રી ઘટતી જાય છે.
વિશેષમાં સમજવું કે સૌરમાસ, સૂર્ય સંવત્સર, ઉત્તરાયન, અવસર્પિણ, ઉત્સપિણી, યુગ, પલ્યોપમ, સાગરોપમ વગેરે સર્વ કાળ ભેદોને સમાપ્ત થવાને પ્રસંગ સર્વ અત્યંતર મંડલ પૂર્ણ થતાં જ એટલે ઉત્તરાયનના મકરસંક્રાંતિના અંતિમ દિવસે અષાડ સુદ ૧૫ મે આવે છે.
વળી સર્વ પ્રકારના કાળ ભેદોને પ્રારંભ સર્વ અત્યંતર મંડલથી બીજા મંડલે એટલે દક્ષિણાયનને ૬ મહિનાના કાળના પ્રથમ દિવસના પ્રારંભ સાથે જ ગુજરાતી અષાડ વદ ૧ મે અભિજિત નક્ષત્રના દેગે વર્ષાઋતુના આરંભમાં ભરત ક્ષેત્ર અને ઐરાવત ક્ષેત્રમાં દિવસની આદિમાં અને મહાવિદેહ ક્ષેત્રમાં રાત્રીના પ્રારંભમાં યુગની શરૂઆત થાય છે.
(૨) વર્ષમાં પ્રતિ અહોરાત્રીએ દિવસ રાત્રીનું પ્રમાણ-જ્યારે સર્વ અત્યંતર મંડલમાં સૂર્ય ગતિ કરતા હોય છે, ત્યારે સર્વથી ઉત્કૃષ્ટ ૧૮ મૂહુર્ત પ્રમાણ દિવસ થાય છે અને સર્વ જઘન્ય ૧૨ મૂહૂર્ત પ્રમાણે રાત્રી થાય છે.
ત્યાર બાદ સૂર્ય સર્વ અત્યંતર મંડલમાંથી નીકળીને નવા વર્ષને ગ્રહણ કરતે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org