________________
૨R
બહત ક્ષેત્ર સમાસ
છાયા –ઝર્વતીયા ઢૌ સમુદ્રો ર માનુષ્ય ક્ષેત્રમાં
पञ्चचत्वारिंशच्छत्सहस्राणि विष्कम्भायामतो भणितम् ॥ ४ ॥ અર્થ:–અઢી કપ અને બે સમુદ્રરૂપ પીતાલીસ લાખ જન લાંબા પહેલા વિસ્તારવાળું મનુષ્યક્ષેત્ર કહેલું છે.
વિવેચન –અઢી દ્વીપ તે આ પ્રમાણે ૧-જંબુદ્વીપ, ૨-ધાતકીખંડ દ્વીપ, ૩પુષ્કરવર દ્વીપને અડધો ભાગ આ અઢી દ્વીપ અને બે સમુદ્ર ૧-લવણ સમુદ્ર અને ર–કાલેદધિ સમુદ્ર. એમ આ પાંચથી યુક્ત મનુષ્ય ક્ષેત્ર કહેવાય છે.
મનુષ્ય ક્ષેત્રમાં જ મનુષ્યના જન્મ મરણ થતાં હોવાથી મનુષ્ય ક્ષેત્ર તરીકે ઓળખાય છેપાંચ ભરત ક્ષેત્રો, પાંચ અરવત ક્ષેત્રો અને પાંચ મહાવિદેહ ક્ષેત્રો આ પંદર (અસી, મસી અને કૃષિીને વ્યવહાર હોવાથી) કર્મભૂમિ તરીકે ઓળખાય છે. જ્યારે પાંચ હરિવર્ષ ક્ષેત્રો, પાંચ રમ્યફ ક્ષેત્રો, પાંચ હૈમવંત ક્ષેત્રો, પાંચ હૈરણ્યવંત ક્ષેત્રો, પાંચ દેવકુ ક્ષેત્રો અને પાંચ ઉત્તરકુરુક્ષેત્ર. આ ગીસ અકર્મભૂમિઓ તથા છપ્પન અંતરદ્વીપ મળી કુલ ૧૫+૩૦+૫૬=૧૦૧ ક્ષેત્રમાં જ પ્રાયઃ મનુષ્યના જન્મ-મરણ થઈ શકે છે. સમુદ્રમાં, વર્ષધર પર્વતો આદિમાં પ્રાયઃ મનુષ્યને જન્મ થતો નથી, પણ સંહરણથી કે વિદ્યાદિ લબ્ધિથી વર્ષધર પર્વત આદિ ઉપર ગયેલા હોય તે મનુષ્યક્ષેત્રની અંદર મરણ સંભવે છે. પણ જન્મ તો થતો જ નથી.
જયારે મનુષ્ય ક્ષેત્રની બહાર તે ભૂતકાળમાં કોઈ મનુષ્યનો જન્મ થયે નથી, વર્તમાનમાં જન્મ થતું નથી અને ભવિષ્યકાળમાં પણ જન્મ થશે નહિ, એમ બની શકે કે ક્યારેક-કેઈક વખતે કઈ દેવ, દાનવ કે વિદ્યાધર પૂર્વના કે તે વખતના વૈરના લીધે એવી બુદ્ધિ થાય કે આ મનુષ્યને અહીંથી ઉપાડીને મનુષ્ય ક્ષેત્રની બહાર ફેંકી દઉં, જેથી આકાશમાં ને આકાશમાં શોષાઈને મૃત્યુ પામી જાય તો પણ લેક સ્વભાવે કરીને તેનો વિચાર બદલાઈ જાય, ને મનુષ્યને ઉપાડીને મનુષ્ય ક્ષેત્રની બહાર લઈ ન જાય. કદાચ ઉપાડીને મનુષ્ય ક્ષેત્રની બહાર લઈ જાય તો પણ મૃત્યુ વખતે તો તેને મનુષ્ય ક્ષેત્રોમાં લાવીને પાછો મૂકી દે. અથવા બીજો કોઈ દેવ વગેરે તેને મનુષ્ય ક્ષેત્રમાં લાવીને મૂકે. એટલે સંહરણથી પણ મનુષ્યનું મરણ મનુષ્ય ક્ષેત્રની બહાર થતું નથી, થયું નથી અને થશે પણ નહિ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org