________________
૧૨
બહ ક્ષેત્ર સમાસ આ રીતે ઉત્કૃષ્ટ સંખ્યાને ઉત્કૃષ્ટ સંખ્યાથી ઉત્કૃષ્ટ સંખ્યાતી વાર ગુણવાથી જે સંખ્યા આવે તેમાં એક ન્યૂન એ ઉત્કૃષ્ટ પરિત્ત અસંખ્યાતુ થાય છે. આ સંખ્યા કેટલી બધી વિશાળ થાય તેની કલ્પના સ્વયં કરી લેવી.
૪. જઘન્ય યુક્ત અસંખ્યાત: પરિસ્ત ઉત્કૃષ્ટ અસંખ્યાતની સંખ્યામાં એક ઉમેરતાં જઘન્ય યુક્ત અસંખ્યાતુ કહેવાય. (એક આવલિકા આટલા સમયની થાય.)
૫. મધ્યમ યુક્ત અસંખ્યાતુ: જઘન્ય યુક્ત અસંખ્યાતની સંખ્યામાં એક ઉમેરતાં અને ઉત્કૃષ્ટ યુક્ત અસંખ્યાતમાં એક ન્યૂન સુધીની સંખ્યાને મધ્યમ યુક્ત અસંખ્યાતુ કહેવાય.
૬. ઉત્કૃષ્ટ યુક્ત અસંખ્યાત: જઘન્ય યુક્ત અસંખ્યાત સંખ્યાને રાશી અભ્યાસ કરતાં જે સંખ્યા આવે તેમાં એક ન્યૂન સંખ્યાને ઉત્કૃષ્ટ યુક્ત અસંખ્યાતુ કહેવાય.
૭. જઘન્ય અસંખ્યાત અસંખ્યાત: જઘન્ય યુક્ત અસંખ્યાત સંખ્યાને રાશી અભ્યાસ કરતાં જે સંખ્યા આવે તે સંખ્યાને જઘન્ય અસંખ્યાત અસંખ્યાતુ કહેવાય.
૮. મધ્યમ અસંખ્યાત અસંખ્યાતુ: જધન્ય અસંખ્યાત અસંખ્યાતની સંખ્યામાં એક ઉમેરતાં અને ઉત્કૃષ્ટ અસંખ્યાત અસંખ્યાતની સંખ્યામાં એક ન્યૂન સુધીની સંખ્યાને મધ્યમ અસંખ્યાત અસંખ્યાતુ કહેવાય.
૯. ઉત્કૃષ્ટ અસંખ્યાત અસંખ્યાતુ: જધન્ય અસંખ્યાત અસંખ્યાતની સંખ્યાને રાશી અભ્યાસ કરતાં જે સંખ્યા આવે તેમાં એક ન્યૂન સંખ્યાને ઉત્કૃષ્ટ અસંખ્યાત અસંખ્યાતુ કહેવાય.
અનંત સંખ્યાના નવ પ્રકારે
૧. જઘન્ય પરિત અસંતુ: ઉત્કૃષ્ટ અસંખ્યાત અસંખ્યાત સંખ્યામાં એક ઉમેરતાં જે સંખ્યા આવે તે જઘન્ય પરિત્ત અનંત કહેવાય.
૨. મધ્યમ પરિત્ત અનંત : જઘન્ય પરિત્ત અનંત સંખ્યામાં એક ઉમેરતાં અને ઉત્કૃષ્ટ પરિત્ત અનંત સંખ્યામાં એક ન્યૂન સુધીની સંખ્યાને મધ્યમ પત્તિ અનંતુ કહેવાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org