________________
#aaszx યોગના સાહિત્યસાગરના અણમોલ રત્નરૂપ છે. આવા મહાન ગ્રંથરત્નના પ્રકાશનથી જૈન શાસનના ગણિતાનુયોગના તત્વજ્ઞાનના સ્વાધ્યાય કરવા દ્વારા ચિત્તની એકાગ્રતા આત્માની નિર્મળતા, પરિણતિની સ્થિરતા તેમજ કર્મની નિર્જરારૂપ અનુપમ લાભની પ્રાપ્તિ શ્રી ચતુર્વિધ સંઘને પ્રાપ્ત થશે એ નિઃશંક છે.
આવા અસાધારણ ને શ્રી જૈન શાસનના ગણિતાનુગના આકર ગ્રંથને સર્વાગ સુંદર તથા સમૃદ્ધ મર્મસ્પર્શી સુબોધ શૈલીના વિવેચન સાથે પૂર્ણ પરિશ્રમ, ખંત ને કાળજીપૂર્વક સંપાદિત- સ ચેજિત કરીને તૈયાર કરવાનું ભગીરથ કાર્ય પંન્યાસજી મ.શ્રી નિત્ય નંદવિજયજી ગણિવરશ્રીએ કરીને ખરેખર જૈન શાસનના ગણિતાનુયોગના સર્વજ્ઞ પ્રરૂપિત તત્ત્વજ્ઞાનના સ્વાધ્યાયને મહાન લાભ પ્રાપ્ત કરવામાં અભ્યાસક વર્ગને સરલતા રહે તે એક શુભ આશયથી જ જે અનુપમ ઉપકાર કરેલ છે તે ચિરસ્મરણીય અને પ્રશંસનીય છે.
આવા ઉપયોગી તેમજ ઉપક રક સ્વાધ્યાય ગ્રંથના વાંચન મનન-નિદિધ્યાસનપઠન-પાઠન તેમજ ચિંતન દ્વારા સ્વાધ્યાય પ્રેમી શ્રી ચતુર્વિધ સંઘ અનંત ઉપકારી પરમતારક શ્રી અરિહંત પરમાત્માએ ફરમાવેલ મેક્ષ માગ સાધક શ્રી રત્નત્રયીની નિર્મલ આરાધનામાં અવિરતપણે નિરંતર ઉજમાળ બનીને અનાદિ અનંતકાલીન ભવભ્રમણ ટાળીને અખંડ-અનંત-અવ્યાબાધ-શાશ્વત સુખધામ-મેક્ષ સુખને પ્રાપ્ત કરશે એ જ એક શુભકામના.
ગુજરાતી ધર્મશાળા, 1 રતલામ (મ.પ્ર.) તા. ૫-૧૧-૭૮ રવિવાર)
આ. વિ. કનકચંદ્રસૂરિ કાર્તિક સુદ ૫ સૌભાગ્ય પંચમી વીરસંવત ૨૫૦૫ : વિક્રમ સં. ૨૦૩૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org