________________
જૈનદષ્ટિએ મહા ભૂગળ-પાંડુક વનનું સ્વરૂપ
૪૩૯ આઠ વિજ્યામાંની કઈ પણ વિજ્યમાં ઉત્પન્ન થયેલા શ્રી તીર્થકર ભગવંતોને બાલ્યવયમાં જન્મ થતાં પાંડુકમ્બલી શિલા ઉપરના દક્ષિણ તરફના સિંહાસન ઉપર લાવીને ઈન્દ્રો અભિષેક કરે છે, શીતા મહાનદીના ઉત્તર તરફના કાંઠા ઉપરની કરછાદિ આઠ વિજયેમાંની કોઈ પણ વિજયમાં ઉત્પન્ન થયેલા શ્રી તીર્થકર ભગવંતને બાલ્યવયમાં જન્મ થતાં પાંડુકમ્મલા શિલા ઉપરના ઉત્તર તરફના સિંહાસન ઉપર લાવીને ઈદ્રો અભિષેક કરે છે.
આજ પ્રમાણે ચૂલિકાની પશ્ચિમ દિશામાં રહેલ રક્તકમ્બલા શિલા ઉપર પણ બે સિંહાસને છે. એક દક્ષિણ તરફ અને બીજું ઉત્તર તરફ. તેમાં શીતાદા મહાનદીના દક્ષિણ કાંઠા ઉપર રહેલી પદ્માદિ આઠ વિજયોમાંની કોઈ પણ વિજયમાં ઉત્પન્ન થયેલા શ્રી તીર્થકર ભગવંતને બાલ્યવયમાં–જન્મ થતાં રક્તકમ્બલા શિલા ઉપરના દક્ષિણ તરફના સિંહાસન ઉપર લાવીને ઈન્દ્રો અભિષેક કરે છે, શીદા મહાનદીના ઉત્તર કાંઠા ઉપર રહેલી ગંધીલાવતી આદિ આઠ વિજયેમાંની કોઈ પણ વિજયમાં ઉત્પન્ન થયેલા શ્રી તીર્થકર ભગવંતને બાલ્યવયમાં-જન્મ થતાં રક્તકમ્બલા શિલા ઉપરના ઉત્તર બાજુના સિંહાસન ઉપર લાવીને ઈન્દ્રો અભિષેક કરે છે.
પૂર્વ દિશામાં શીતા મહાનદીના દક્ષિણ કાંઠે રહેલી વિજયોમાંની વિજયમાં શ્રી તીર્થકરને જન્મ થાય તે જ વખતે ઉત્તર કાંઠે રહેલી વિજયમાં અને પશ્ચિમ દિશામાં શીતા મહાનદીના દક્ષિણ કાંઠે રહેલી વિજયમાં તથા ઉત્તર કાંઠે રહેલી વિજયમાં એમ કુલ ૪ શ્રી જિનેશ્વરોને એક સાથે એક જ ટાઈમે જન્મ થાય છે. અને દિકકુમારીઓનું સૂતિકાર્ય પૂર્ણ થયે સુધર્મેન્દ્ર ચારે વિજમાં જઈ દરેક વિજયમાંથી પિતાના પાંચ-પાંચ રૂપે વિકવીને તે તે દિશાની શિલા ઉપર તે તે દિશાના સિંહાસન ઉપર ચારેય શ્રી તીર્થકર ભગવંતોને લાવે છે. એક સાથે ૪ તીર્થકરોનો જન્માભિષેક મહત્સવ ઈન્દ્રો ઉજવે છે.
જેમ જંબૂદીપના મહાવિદેહ ક્ષેત્રમાં એક સાથે ૪ વિજયમાં શ્રી તીર્થકરોને જન્મ થાય છે, તેમ તે જ વખતે ધાતકી ખંડના બે મહાવિદેહની ૪–૪ વિજેમાં અને પુષ્કરાઈ દ્વીપના બે મહાવિદેહની ૪-૪ વિજમાં પણ ૪-૪ શ્રી તીર્થ કર ભગવંતોને જન્મ થાય છે. એટલે કુલ ૪+૮+૮૦૨૦ તીર્થકરોને એક સાથે જન્મ થાય છે અને એક સાથે પોતપોતાના ક્ષેત્રમાં રહેલ મેરુ પર્વત ઉપર પાંડુક વનની શિલા ઉપરના સિંહાસન ઉપર ઈન્દ્રો જન્માભિષેક કરે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org