________________
૪૩૮
બહત ક્ષેત્ર સમાસ દક્ષિણ દિશામાં રહેલી શિલા ઉપર અને ઉત્તર દિશામાં રહેલી શિલા ઉપર એક એક સિંહાસન રહેલું છે. આ બધાં સિંહાસન અત્યંત મનોહર છે. એમ શ્રી તીર્થકર ભગવંત અને શ્રી ગણધર ભગવંતોએ કહેલ છે.
આ છએ સિંહાસન સર્વરત્નમય ૫૦૦ ધનુષ લાંબા, ૨૫૦ ધનુષ પહોળા અને ૪ ધનુષ ઊંચા છે. ૩૫૮ सीयासीओयाणं, उभओकुलुब्भवा जिणवरिंदा। पंडसिलस्तकंबल-सिलामु सिंहासणवरेसु॥३५९॥
अइपंडकंबलाए, अइरत्ताए य बालभावम्मि। भरहेरवयजिणिंदा,अभिसिचंते सुरिंदेहि ॥३६०॥ છાયા-શીતાશીતોથમોઢવા નિનાદ્રા |
पाण्डुशिलारक्तकम्बलाशिलयोः सिंहासनवरेषु ॥३५९॥ अतिपाण्डुकम्बलायां अतिरक्तायां च बालभावे । भरतैरावतजिनेन्द्राः अभिषिच्यन्ते सुरेन्द्रः ॥३६०॥
અથ–શીતા અને શીતાદા નદીના બન્ને કિનારા ઉવર ઉત્પન્ન થયેલા જિનવરે પાંડુકમ્બલા અને રક્તકખેલા શિલા ઉપરના સિંહાસન ઉપર અને ભરતક્ષેત્રના અતિપાંડુકબૂલા ઉપર તથા ઐવિત ક્ષેત્રના જિનેન્દ્રો અતિરક્તકમ્બલી શિલા ઉપરના સિંહાસન ઉપર બાલ્યવયમાં ઈન્દ્રો વડે અભિષેક કરાય છે.
વિવેચન–શીતા મહાનદીના તથા શીદા મહાનદીના બન્ને કિનારા ઉપર ઉત્પન્ન થયેલા જિનેશ્વરોને બાલ્યવયમાં પાંડુકમ્બલા શિલા ઉપરના સિંહાસન ઉપર અને રક્તબલા શિલા ઉપરના સિંહાસને ઉપર ઈન્દ્રો અભિષેક કરે છે, જ્યારે ભરતક્ષેત્રમાં જન્મેલા જિનેશ્વરનો અતિ પાંડુકમ્બલી શિલા ઉપરના સિંહાસન ઉપર અને ઐરાવતક્ષેત્રમાં જન્મેલા જિનેશ્વરને અતિરક્તકમ્બલા શિલા ઉપરના સિંહાસન ઉપર ઈન્દ્રો અભિષેક કરે છે.
એટલે ચૂલિકાની પૂર્વ દિશામાં રહેલ પાંડુકમ્બલા શિલા ઉપર બે તીર્થકરોના અભિષેક માટેના બે સિંહાસન છે. તે આ પ્રમાણે–એક દક્ષિણ તરફ અને બીજું ઉત્તર તરફ. તેમાં શીતા મહાનદીના દક્ષિણ તરફના કાંઠા ઉપરની મંગલાવતી આદિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org