SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ » Nassasses આવા મહાન ધુરંધર ટીકાકાર શ્રી મલયગિરિજી મહારાજ ખરેખર જૈનશાસનના સાહિત્ય આકાશમાં તેજસ્વી સૂર્ય જેવા પ્રકાશવંત મહિમાશાલી ગણી શકાય તેમ છે. જૈન સિદ્ધાંત ગ્રંથનું અવગાહન કરન ર સ કેઈને એ સુપ્રતિત છે કે વિદ્વત્ શિરેમણિ શ્રી મલયગિરિજી મહારાજશ્રીની ટીકા એટલે ઉત્કૃષ્ટ તેમજ સર્વગ્રાહ્ય મૂલમાં કહેલી એક એક વાતને ખૂબ જ વિસ્તૃત રીતે તેની મુક્ત છણાવટ પૂર્વક ધીરજથી તેના રહસ્યને અતિ સુસ્પષ્ટ અને સુબોધ શૈલીએ વારંવાર સમજાવવાની અદ્દભૂત શક્તિ તથા પ્રજ્ઞા કૌશલ્ય એ ટીકાકાર તરીકે અસાધારણ વિશિષ્ટતા છે. પૂ. શ્રી મલયગિરિજી મહારાજશ્રી આ બૃહત્ ક્ષેત્રસમાસ ગ્રંથની ટીકાની રચના કરતા પિતાના ઉપદુઘાતમાં મૂલકાર પૂ. શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણની ઓળખાણ આપતા સ્પષ્ટ કરે છે કે “જયતિ મૌજીવો નિમણિ ક્ષમાગમગઃ” આ શબ્દોમાં તેઓશ્રી પૂ. જિનભદ્રગણિ ક્ષમાશ્રમણને ભરત ક્ષેત્રને વિષે એક અનન્ય દીપક સમાન અર્થાત્ ભરતક્ષેત્રમાં રહેલા તેઓશ્રી ખરેખર શ્રી જિનેશ્વદેવના ફરમાવેલા તત્ત્વજ્ઞાનને પ્રકાશિત કરવામાં અનન્ય-અસાધારણ દીપક તુલ્ય છે. એ હકીકત ખરેખર યથાર્થ છે. બૃહત્ સંગ્રહણી તેમજ બહત્ ક્ષેત્રસમાસ ગ્રંથની રચના દ્વારા શ્રી જિનભદ્રગણિ ક્ષમાશમણે ત્રણે લેકના પેય પદાર્થોને પ્રકાશિત કરવામાં અનુપમ દીપક તુલ્ય બનેલ છે. પૂજ્ય ટીકાકાર મહારાજ પિતાના ટીકાગ્રંથની રચનાના કારણને જમાવતાં સ્પષ્ટ જણાવે છે કે “વિવુળોમ થારા ક્ષેત્રમાં સમાવતઃ ૨૫ä ! વાત મા પિ ગાયત્તે કવિઃ પરમાર ” તેઓશ્રી જણાવે છે કે “ક્ષેત્રસમાસ ગ્રંથનું હું સ ક્ષેપથી પણ સ્પષ્ટ રીતે મારા ક્ષપશમ પ્રમાણે યથાશક્તિ વિવેચન કરું છું કે જેને ભણવાથી મંદબુદ્ધિવાળા જીવો પણ શ્રત-શ્રુતજ્ઞાનના શ્રેષ્ઠ બેધવાળા થાય છે. એટલે જ કહી શકાય કે ક્ષેત્રસમાસ પરની પૂજ્ય શ્રી મલયગિરિજી મહારાજની આ ટીકા ખૂબ જ સ્પષ્ટ સચોટ તેમજ મંદબુદ્ધિવાળા જેને પણ સંબંધ રૌલીએ સૂકમ તને બેધ કરાવનારી માર્ગદર્શક બની છે. સટીક ક્ષેત્રસમાસ ગ્રંથરત્નના ગુજરાતી ભાષામાં વિસ્તારપૂર્વક અનુવાદની તેના અભ્યાસક વર્ગને સહાયક બને તે માટે ખૂપ જ આવશ્યકતા હતી, તે જ કારણે જૈન શાસ્ત્ર દષ્ટિએ ભૂગોલ વિષયક સર્વ સમજવા જેવી વાતોને આરિલાની જેમ સૂમ તથા સરળતાથી જણાવનારા આ ઉપકારક ગ્રંથરત્નનું ટીકા સહિત વિસ્તારપૂર્વકનું ભાષાંતર અત્રે આ ગ્રંથમાં પ્રથમ વાર જ પ્રસિદ્ધ થાય છે. તે ખરેખર ઉપયોગી તેમજ ઉપકારક * કફ ફફફ ફફફ ફફફ ફફફ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005481
Book TitleBruhat Kshetra Samas Part 01
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherTarachand Ambalal Sha
Publication Year1978
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy