________________
જૈનદષ્ટિએ મહા ભૂગોળ-જબૂવૃક્ષનું સ્વરૂપ
૩૬૯ છાયા-મૂનિ વઝમયાન તા: જેન્દ્ર પsfણ વૈર્યમયઃ |
सौवर्णिक्यः च शाखाः प्रशाखास्तथा जातरूप्या च ॥२८४॥ विडिमा राजती वैडूर्याणि पत्राणि तपनीयानि पत्रवृन्तानि तस्याः । पल्लवा अग्रप्रवालाः जाम्बूनदराजतास्तस्याः ॥२८५॥ रत्नमयानि पुष्पफलानि विष्कम्भोऽष्टौ अष्टौ उच्चत्त्वम् । क्रोशद्विकमुद्वेधः स्कन्धो द्वे योजने उद्विद्धः ॥२८६॥ द्वौ क्रोशौ विस्तीर्णा विडिमा षट् योजनानि जम्ब्वाः । चतुर्दिक्षुरपि शाखाः पूर्वस्यां तत्र शाखायाम् ॥२८७॥ भवनं क्रोशप्रमाणं शयनीयं तत्र अनाहतसुरस्य । त्रिषु प्रासादाः शेषेषु तेषु सिंहासनानि रम्यानि ॥२८८॥
અથ–તેનું મૂલ વજામય, કંદ અરિષ્ઠરત્નમય, રકંધ વૈર્ય રત્નમય, શાખા સુવર્ણમય, પ્રશાખા જાય રૂપામય, ઉર્વશાખા રજતમય, પાંદડાં વૈશ્ય રત્નમય, પત્રના ડીંટ તપનીય રત્નમય, ગુચ્છા જાંબૂનદમય, અંકુરા રજતમય, પુષ્પ અને ફળો રત્નમય છે.
જંબૂવૃક્ષનો વિસ્તાર આઠ યોજન, ઉંચાઈ આઠ યોજન, જમીનમાં બે ગાઉ, કંધની ઉંચાઈ બે યોજન, વિરતાર બે ગાઉ, ઉર્વશાખા છ યોજન છે. ચારે દિશામાં પણ શાખાઓ છે. તેમાં પૂર્વ દિશાની શાખા ઉપર એક ગાઉના પ્રમાણવાળુ ભવન છે. તેમાં અનાદત દેવની શય્યા છે. બાકીની ત્રણ દિશામાં પ્રાસાદ છે. તેમાં મનહર સિંહાસન છે.
વિવેચન–જંબૂવૃક્ષના મૂળિયાં વમય છે, મૂલની ઉપરને કંદ-જમીનમાં રહેલ અરિષ્ટ રત્નમય છે, કંદથી ઉપરનો ભાગ રકંધ-થડ વિર્ય રત્નમય છે, શાખા સીવર્ણિક એટલે સુવર્ણમય છે. પ્રશાખા-શાખામાંથી નીકળેલી શાખાઓ સુવર્ણ વિશેષમય છે,
વિડિમ દિશામાં ફેલાએલી શાખાના મધ્યભાગમાંથી નીકળેલી ઉર્વશાખા રજતમય છે,
પાંદડાં વૈશ્ય રત્નમય-લીલા રંગના છે,
४७
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org