________________
જૈનદષ્ટિએ મહા ભૂગળ-દ્રહોનું સ્વરૂપ
૩૫૯ પાંચમા દ્રહનું નામ માલ્યવાન છે. આ દ્રહમાં સ્થાને સ્થાને માલ્યવંત વક્ષસ્કાર પર્વતનો આકાર સરખા સે પાંખડીવાળા અથવા હજાર પાંખડીવાળા ઘણા કમળો હેવાથી તથા એક પલ્યોપમના આયુષ્યવાળો માલ્યવંત નામને દેવ વસતો હોવાથી આ દ્રહ માલ્યવંત નામે ઓળખાય છે.
દેવકર ક્ષેત્રમાં ચિત્રકૂટ પર્વત અને વિચિત્રકૂટ પર્વતથી આગળ પહેલા પ્રહનું નામ નિષધ દ્રહ છે. આ દ્રહમાં સ્થાને સ્થાને દેવકુ આકારના સો પાંખડીવાળા અથવા હજાર પાંખડીવાળા ઘણું કમળો હોવાથી તથા નિષધ નામનો દેવ વસતો હેવાથી આ દ્રહને નિષધ દ્રહ કહે છે.
બીજા દ્રહનું નામ દેવકુરુ દ્રહ છે. આ દ્રહમાં સ્થાને સ્થાને દેવકુ આકારના સો પાંખડીવાળા અથવા હજાર પાંખડીવાળા ઘણા કમળો હેવાથી તથા દેવકર નામને દેવ વસતો હોવાથી આ પ્રહનું નામ દેવકુરુ દ્રહ છે.
ત્રીજા દ્રહનું નામ સુરદ્રહ છે. આ દ્રહમાં સુર નામને દેવ અધિપતિ હોવાથી આ દ્રહનું નામ સુરદ્રહ છે.
ચોથા પ્રહનું નામ સુલસદ્રહ છે. આ દ્રહને અધિપતિ સુલસ દેવ હોવાથી સુલસ દ્રહ કહેવાય છે.
પાંચમા દ્રહનું નામ વિધુતપ્રભ છે. આ દ્રહમાં સ્થાને સ્થાને વિજળી જેવા ચમક્તા ગુલાબી રંગના સો પાંખડીવાળા અથવા હજાર પાંખડીવાળા કમળો વિશેષ કરીને શોભતા હોવાથી તથા વિદ્યુતપ્રભ નામનો દેવ અધિપતિ હોવાથી આ દ્રહનું નામ વિધુતપ્રભ દ્રહ છે.
આ દરેક કહાની બન્ને બાજુ એક એક પદ્મવર વેદિકા અને એક એક વનખંડ આવેલું છે. તેમજ દરેક દ્રહના તે તે સ્થાને ત્રણ ત્રણ પગથિયા, દ્વાર–તોરણ વગેરેથી શોભાયમાન છે.
આ દશે દ્રહનું સ્વરૂપ પદ્મદ્રહ સમાન છે. એટલે ૧૦૦૦ એજન લાંબા ૫૦૦ જન પહોળા અને ૧૦ એજન ઉંડા છે.
મધ્ય ભાગમાં એક મોટું કમળ અને તેને ફરતા બીજા ત્રણ વસે છે. મુખ્ય કમળ ૧ જન લાંબુ–પહેલું ગાળ, ને જન જાડું અને પાણીથી બે ગાઉ ઉંચુ હોય છે. તેને ફરતા ૨ ગાઉ વિસ્તારવાળા ૧ ગાઉ જાડા એવા ૧૦૮ કમળનું પહેલું વલય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org