________________
જૈનદષ્ટિએ મહા ભૂગેળપદ્મદ્રહનું સ્વરૂપ
૨૮૩ તે ભવનના મધ્ય ભાગમાં અઢીસે ધનુષ ઉંચી મણિપીઠિકા છે, તેની ઉપર શ્રીદેવીનું દિવ્ય શયન છે.
વિવેચન—હિમવંત પર્વત ઉપર એટલે હિંમવંત પર્વત ઉપરના મધ્યભાગમાં દક્ષિણ-ઉત્તર વિરતારવાળો–પહેળો અને પૂર્વ-પશ્ચિમ લાંબો, શ્રેષ્ઠ કમળોવાળ અને પાણીથી ભરપુર પદ્મ નામને દ્રહ આવેલો છે. તે ૧૦ જન ઉડે, દક્ષિણ ઉત્તર પહેળો અને પૂર્વ-પશ્ચિમ લાંબે એટલે ૧૦૦૦ યોજન લાંબા અને દક્ષિણ–ઉત્તર ૫૦૦ જન વિસ્તારવાળો લંબચેરસ આકારવાળો છે.
આ પદ્મદ્રહના બહુ મધ્ય ભાગે એટલે બરાબર મધ્ય ભાગમાં એક યોજનના વિસ્તારવાળું,-૪ ગાઉ લાંબુ–પહાળું ગોળાકાર એક શ્રેષ્ઠ કમલ રહેલું છે. તેની પરિધિ ત્રણ ગુણથી અધિક–૧૨ ગાઉથી અધિક છે–અને જાડાઈ ૨ ગાઉની છે.
દ્રહની ઊંડાઈ ૧૦ જનની હોવાથી કમળની નાલ પણ ૧૦ એજન ઉંડી પાણીમાં રહેલી છે અને પાણી બહાર ૨ ગાઉ છે. વળી આ કમળનું ફૂલ વજરત્નમય એટલે કત-સફેદ વર્ણનું છે. તેને જડરૂપ કંદ રિણરત્નમય એટલે શ્યામ વર્ણન છે. નાલ-દાંડી વર્ચરત્નમય એટલે લીલા વર્ણની છે. કમળના બહારના ભાગના ૪ પાંદડાં તપનીય રત્નમય એટલે લાલ વર્ણના છે. વળી અંદરના ભાગનાં પાંદડાં જાંબૂનદ રત્નમય એટલે કંઈક લાલ સુવર્ણમય વર્ણન છે. એટલે બહારના ૪ પાંદડાં એકદમ લાલ રંગના અને બાકીના પાંદડાં આછી કંઈક લાલ રંગના હોય છે.
વર્તમાનમાં પણ કેટલાંક બગીચા વગેરેમાં કેટલાંક પુષ્પો એવા જોવામાં આવે છે કે તેના બહારના ભાગની જ પાંખડી એક રંગની હોય છે અને અંદરની બીજી પાંખડીઓ બીજા રંગની હોય છે. બગીચા વગેરેમાં પુષ્પોને જે ધ્યાન પૂર્વક જવામાં આવે તે રંગનો તફાવત ખ્યાલમાં આવ્યા વગર રહેશે નહિ.
કમળના મધ્ય ભાગમાં જે બીજ કેશો હોય છે તેને કર્ણિકા કહેવાય છે. તે સર્વકનર્મય–સુવર્ણવર્ણની હોય છે. આ કર્ણિકા ૨ ગાઉ લાંબી-પહેલી ગોળાકારે છે તેને ફરતો કેસરાને જ ગોળ આકારને તપનીય–લાલવણને છે.
કર્ણિકાને આકાર નીચેથી ઉપર જોઈએ તે સોનીની એરણ જેવો લાગે. ફરક માત્ર એટલો એરણ ચેરસ હેાય છે. જ્યારે કર્ણિકા ગોળ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org