________________
૨૭૪
બહત ક્ષેત્ર સમાસ બે દંડનીતિની અવગણના થતાં અગીયારમાં કુલકરે ત્રીજી દંડનીતિ ધિ કાર નામની પ્રવર્તાવી અને તે પછીના ચાર કુલકરોએ ત્રણે દંડનીતિનું અનુસરણ કર્યું.
અહીં જે યુગલિકે પહેલી દંડનીતિને એગ્ય હોય તેને “હા ! આ તેં શું કર્યું?” એમ કહે, તેની અવગણના કરે એવાને માટે મા કાર દંડનીતિ અર્થાત “હવેથી તું આવું કામ ન કરીશ.' નાના અપરાધમાં ‘હા’ અને મોટા અપરાધમાં “મા” દંડનીતિ. આ નીતિની અવગણના થતાં ત્રીજી ધિક્કારની દંડનીતિ. “તને ધિક્કાર છે.' નાના અપરાધમાં ‘હા’, મેટા અપરાધમાં “મા” અને વધુ મોટા અપરાધમાં ધિફ શબ્દોની અસર યુગલિકે ઉપર થતી અને તેથી અપરાધ ન થઈ જાય તેની સાવચેતી રાખતા.
સાત કુલકરમાં ૧–રમાં હા દંડનીતિ, ૩-૪માં હા અને મા દંડનીતિ અને ૫-૬–૭માં હા, મા અને ધિક્ દંડનીતિ કહેલી છે.
જંબૂદીપ પ્રજ્ઞપ્તિ મૂલમાં પહેલા પાંચ કુલકરમાં હા અને મા એમ દંડનીતિ કહેલી છે અને તેની ટીકામાં હા એક જ દંડનીતિ કહી છે.
કુલકરે પછી બીજી ચાર દંડનીતિ પણ શરૂ થયેલી. ૧-પરિભાષણ–બોલાવીને વિશેષ ઠપકે આપવો. ૨–મંડલબંધ–અમુક ટાઈમ સુધી અમુક સ્થાનમાં છુટો રાખીને રોકી રાખો. ૩-ચારક–બંદિખાને નાખવો. ૪-છવિચ્છેદ–શરીરના અવયવ છેદવા. આ ચાર નીતિ શ્રી ઋષભદેવ અને ભરત ચક્રવતિએ પ્રવર્તાવી. એમ બે અભિપ્રાય છે.
દરેક અવસર્પિણીના ત્રીજા આરાના પર્યત ભાગનું સ્વરૂપ પણ આ પ્રકારનું યથાસંભવ જાણવું. નામ વગેરેમાં ફેરફાર હેય.
ત્રીજા આરાના ૮૪ લાખ પૂર્વ અને ૮૯ પખવાડીયા બાકી રહ્યા ત્યારે શ્રી ઋષભ કુલકર ઉત્પન્ન થયા. તેમના ૨૦ લાખ પૂર્વ કુમાર અવસ્થામાં, ૬૩ લાખ પૂર્વ રાજા તરીકે, એક લાખ પૂર્વ શ્રમણ અવસ્થામાં રહી ત્રીજા આરાના ૮૯ પખવાડીના બાકી રહ્યા ત્યારે મેક્ષ પામ્યા.
શ્રી ઋષભદેવની રાજ્ય અવરથા વખતે બાદર અગ્નિ ઉત્પન્ન થયે હતા. પ્રભુએ તે વખતે કુંભકાર વગેરે ૧૦૦ પ્રકારના શિલ્પ, સ્ત્રીની ૬૪ કલા, પુરૂષની ૭૨ કલા વગેરે શિખવાડ્યા. તે વખતે યુગલિક ધમ ચાલુ હતો પરંતુ પ્રભુએ ધીરે ધીરે એ ધર્મને નાબુદ કરવા માટે ભિન્નગોત્રીય સાથે લગ્નવિધિ દર્શાવી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org