________________
જેનદષ્ટિએ મહા ભૂળ-કાલનું સ્વરૂપ
૨૭૩ પાંચમા ભાગ જેટલું, બકરા વગેરેનું આઠમા ભાગ જેટલું, કૂતરા વગેરેનું દશમાં ભાગ જેટલું હોય છે.
ત્રીજા આરાના છેલા ત્રીજા ભાગમાં પલ્યોપમને આઠમો ભાગ બાકી રહે ત્યારે ૧૫ કુલકરની ઉત્પત્તિ થાય છે. કુલ એટલે લેક મર્યાદા, કર એટલે કરનાર. કુલકર લોકની મર્યાદા કરનારા હોય છે. કેમકે કાળક્રમે યુગલિકામાં મમત્વ, રાગ-દ્વેષ આદિ અવગુણ વધવાથી થતાં અપરાધો માટે જે વિશિષ્ટ બુદ્ધિવાળા પુરુષોને યુગલિકે મોટાં પદે સ્થાપે છે અને તે લોકમાં અમુક-અમુક વ્યવસ્થાઓ દર્શાવે છે. તે વ્યવસ્થા પ્રમાણે નહિ ચાલનાર અપરાધિ યુગલિકને શિક્ષા કરે છે. આ પ્રમાણે લેકમર્યાદા સાચવનાર પુરુષોને કુલકર કહેવાય છે.
- આ ચાલુ અવસર્પિણી કાલમાં ૧–સુમતિ, ૨-પ્રતિકૃતિ, ૩-સીમંકર, ૪સીમંધર, ૫-ક્ષેમંકર, ૬-ક્ષેમંધર, ૭-વિમલવાહન, ૮-ચક્ષુષ્માન, ૮- શરવી, ૧૦અભિચંદ્ર, ૧૧-ચંદ્રાભ, ૧૨-પ્રસેનજિત, ૧૩-મરુદેવ, ૧૪–નાભિ અને ૧૫–ઋષભ. આ પ્રમાણે પંદર કુલકર થયા છે.
શ્રી આવશ્યક સૂત્રોમાં સાત કુલકરે આ પ્રમાણે જણાવાયા છે. ૧-વિમલવાહન, ર-ચક્ષુષ્માન, ૩-યશસ્વી, ૪-અભિચંદ્ર, પ–પ્રસેનજિત, –મદેવ અને ૭–નાભિ.
પંદર કુલકરમાં પહેલા કુલકરનું આયુષ્ય એક પલ્યોપમના દશમા ભાગનું હોય છે, જયારે તે પછીના બાર કુલકરોમાં અસંખ્ય પૂર્વ અસંખ્ય પૂર્વ હીન-હીન હોય છે. ૧૪મા કુલકરનું આયુષ્ય સંખ્યાત પૂર્વનું અને છેલ્લા ૧૫મા કુલકરનું ૮૪ લાખ પૂર્વનું આયુષ્ય હોય છે.
- પહેલા પાંચ કુલકરોમાં હા-કાર નીતિ, જેથી અપરાધિ યુગલિકોને “હા ! આ શું કર્યું?” આટલું કહેવા માત્રથી અપરાધિ યુગલિકે મરણતુલ્ય શિક્ષા થયેલી માનીને ફરી તે અપરાધ ન કરવામાં સાવચેત રહેતા.
પહેલા સુમતિ નામના કુલકરે હા-કારની દંડનીતિ પ્રવર્તાવી અને તે પછીના ચાર કુલકરોએ પણ તે જ દંડનીતિનું અનુસરણ કર્યું.
ત્યાર બાદ પાંચ કલકરોમાં મા-કાર નામની બીજી દંડનીતિ પ્રવતિ. છેલ્લા પાંચ કુલકરોમાં ધિક્કાર નામની ત્રીજી દંડનીતિ પ્રવતિ.
છઠ્ઠા કુલકરે અલ્પ અપરાધમાં “હા ! આ શું કર્યું ?' અને મોટા અપરાધમાં મા-કોર દંડનીતિ પ્રવર્તાવી. તે પછીના ચાર કુલકરે બે દંડનીતિનું અનુસરણ કર્યું.
૩૫
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org