SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૨ બહતુ ક્ષેત્ર સમાસ - વિવેચન–મેરુ પર્વતથી દક્ષિણ પશ્ચિમ-મૈત્ય ખૂણામાં અને દેવકુરની પશ્ચિમ દિશામાં પદ્મા નામની વિજ્ય છે તેનાથી પૂર્વ દિશામાં વિધુતપ્રભ નામનો વક્ષસ્કાર (ગજદંત) પર્વત આવેલો છે. તેના ઉપર ૯ કટ છે તે આ પ્રમાણે – મેરુ પર્વતની નજીક નૈઋત્ય ખૂણામાં પહેલું સિદ્ધાયતન નામનું કુટ છે તેનાથી નૈઋત્ય ખૂણામાં બીજું વિધુતપ્રભ નામનું કુટ છે. તેનાથી નૈઋત્ય ખૂણામાં ત્રીજું દેવકુર નામનું કુટ છે, તેનાથી નૈઋત્ય ખૂણામાં ચોથું બ્રહ્મ નામનું કુટ છે. આ ચાર કુટો ખૂણામાં આવેલા છે. તે પછી નૈઋત્ય ખૂણામાં અને છઠ્ઠી સૌવસ્તિક નામના કુટથી ઉત્તરમાં પાંચમું કનક નામનું કુટ છે. તેનાથી દક્ષિણમાં છઠું સૌવસ્તિક નામનું કુટ છે તેનાથી દક્ષિણમાં સાતમું શીદા નામનું કુટ છે. તેનાથી દક્ષિણમાં આઠમું શતજવલ નામનું કુટ છે. આ આઠ કટ ૫૦૦ એજન ઉંચા, ૫૦૦ જન વિસ્તારવાળા, મધ્યમાં ૩૭૫ જન વિરતારવાળા અને ઉપરના ભાગમાં ૨૫૦ એજનના વિરતારવાળા, ગોપૃષ્ઠ સંસ્થાનવાળા છે. પાંચમા કનક કુટની અધિપતિ વારિણા નામની દિકકુમારી દેવી છે અને છઠ્ઠા સૌવસ્તિક કુટની અધિપતિ બલાહકા નામની દિકકુમારી દેવી છે. વિધુતપ્રભ કુટન અધિપતિ વિદ્યુતપ્રભ દેવ, દેવકુરુ કુટનો અધિપતિ દેવકુરુ દેવ, બ્રહ્મ કુટનો અવિપતિ બ્રહ્મદેવ, શીદી કુટને અધિપતિ શીતદા દેવ અને શતજવલ કુટનો અધિપતિ શતજવલ દેવ છે. , આ આઠ કટોના અધિપતિ દેવ-દેવીની રાજધાની મેરુ પર્વતથી દક્ષિણ દિશામાં તીચ્છ અસંખ્ય દ્વીપ–સમુદ્રો પછીના જંબુદ્વીપ નામના દ્વીપમાં ૧૨૦૦૦ જન અંદરના ભાગમાં યોગ્ય સ્થાને આવેલી છે. આઠમા શતજવલ કુટથી દક્ષિણ દિશામાં નવમું હરિ નામનો સહસ્ત્રાંક કુટ ૧૦૦૦ યોજન ઊંચું, મૂલમાં ૧૦૦૦ યજન વિસ્તાર, મધ્યમાં ૭૫૦ એજન વિસ્તાર અને ઉપર ૫૦૦ જન વિરતારવાળું, પૂર્વ–પશ્ચિમ દિશા તરફ ૨૫૦-૨૫૦ જન આકાશમાં અદ્ધર અને ગોપૃષ્ણ સંસ્થાનવાળું છે. આ કુટના ઉપરના મધ્ય ભાગમાં ૬રા જન ઉંચો અને ૩૧ જન લાબે– પહેળેરસ) રત્નમય શ્રેષ્ઠ પ્રાસાદ છે. તેના મધ્ય ભાગમાં હરિ દેવને યોગ્ય સિંહાસન તથા તેના પરિવાર જેટલા બીજા તેટલાં સિંહાસનો રહેલા છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005481
Book TitleBruhat Kshetra Samas Part 01
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherTarachand Ambalal Sha
Publication Year1978
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy