SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ = = = = = = = = = == == === =ZGk મેળવવા માટે પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્વિજય દેવસૂરીશ્વરજી મહારાજ તથા આચાર્યશ્રી હેમચંદ્રસૂારજી મહારાજ ઉપર ખંભાતથી પત્ર લખ્યો. તેમની ભલામણથી સાધવીજી શ્રી ચારિત્રશ્રીજી તરફથી સિંગલ કલરના ૪૭ બ્લેક અને ટુકલરના ૧૦ બ્લેક કુલ ૫૭ ઑકો મળ્યા. આ બ્લેકમાથી ઘણુંખરા બ્લોકો આ ગ્રંથમાં ઉપગમાં લેવાયા છે. જ્યારે બીજા જરૂરી નવા ચિત્ર તૈયાર કરાવી તેના બ્લેક બનાવરાવીને છપાવેલ છે. આ રીતે ગ્રંથનું મુદ્રણ કાર્ય ઝડપથી ચાલતું રહ્યું. સં. ૨૦૩૪નું ચાતુર્માસ પણ પૂજ્ય ગુરુભ્રાતા આચાર્યદેવ શ્રીમવિજય જયંતશેખરસૂરીશ્વરજી મહારાજ સાહેબ સાથે અમદાવાદ–નવરંગપુરા, જૈન ઉપાશ્રયમાં થતાં ગ્રંથ અંગેના કાર્યની ઘણે અનુકુળતા રહી. સાથે મુનિરાજ શ્રી જયદેવવિજયજી, મુનિરાજ શ્રી દિવ્યાનંદવિજયજી, મુનિરાજ શ્રી ખ્યાતકીર્તિવિજયજી આદિ સહાયક થતા. આ બૃહત્ ક્ષેત્ર સમાસ ગ્રંથના પહેલા ભાગનું કાર્ય સંપૂર્ણ થવા પામ્યું. તેમજ આખા ગ્રંથનું કાચુ લખાણ પણ પૂજ્ય આચાર્યદેવની નિશ્રામાં પૂર્ણ થયું. પુસ્તક બહુ મોટું થઈ ન જાય અને વાંચવા-ભણવા વગેરેમાં અનુકૂળતા રહે. માટે આ પ્રથમ ભાગમાં જંબુદ્વિપ નામના પહેલા અધિકારની ૩૯૮ ગાથા પૈકી ૩૬૦ ગાથા સુધીનું એટલે–દેવકુ-ઉત્તરકુરુક્ષેત્ર, જંબૂવૃક્ષ અને મેરુપર્વતના સ્વરૂપ સુધીનું વિવેચન આપવામાં આવેલ છે. પહેલા અધિકારનું બાકી રહેલ મહાવિદેહ ક્ષેત્રનું સ્વરૂપ, તિષચક્રનું સ્વરૂપ તે પછી બીજે અધિકાર લવણસમુદ્રનું સ્વરૂપ, ત્રીજો અધિકાર ધાતકીખંડ દ્વીપ, જેથી અધિકાર કાલેદધિ સમુદ્ર, અને પાંચમો અધિકાર પુષ્કરાઈ દ્વીપનું સ્વરૂપ વગેરેનું વિવેચન બીજા ભાગમાં પ્રસિદ્ધ કરવામાં આવનાર છે. આ ગ્રંથરત્નનું વિવેચન લખવામાં બૃહત્ ક્ષેત્ર સમાસ મૂલ પ્રાકૃત ગાથા અને ટીકાને આધાર મુખ્ય રાખી, અનુગાર સૂત્ર, ક્ષેત્ર લેકપ્રકાશ, કાલ લોકપ્રકાશ, શ્રી જીવાભિગમ સત્ર, શ્રી ભગવતીજી સૂત્ર, શ્રી સૂર્ય પ્રજ્ઞપ્તિ, શ્રી ચંદ્રપ્રજ્ઞપ્તિ, મંડલપ્રકરણ, કલ્પસત્ર, બહત્ સંગ્રહ-લઘુ ક્ષેત્ર સમાસ-વિવેચન, અભિધાન ચિંતામણ, રાજેન્દ્રકેષ, વગેરે ગ્રંથની સહાય લીધેલ છે. તેથી આ ગ્રંથના કર્તા, લેખક, પ્રકાશક, સંપાદક વગેરે સૌને કૃતજ્ઞભાવે યાદ કરું છું. પરમગુરુદેવ સિદ્ધાંતમહોદધિ સ્વ. પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજસાહેબ, વર્તમાન ગચ્છાધિપતિ પરમશાસન પ્રભાવક વ્યાખ્યાનવાચસપતિ * Rssssssssss ૧૯ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005481
Book TitleBruhat Kshetra Samas Part 01
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherTarachand Ambalal Sha
Publication Year1978
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy