SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ભલામણ લખી. આથી જેટલું લખાણ તાર થયું હતું તેટલું લખાણ તેમના ઉપર મેકલી આપ્યું. તે લખાણ તેમણે સુવિશાલગચ્છાધિપતિ સિદ્ધાંત મહોદધિ પૂજ્યપાદ સ્વ. આચાર્ય ભગવંત શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજ સાહેબના શિષ્યરત્ન મુનિવર શ્રી કુલચંદ્ર વિજયજીને તપાસી લેવા સેપ્યું અને પૂછવા જેવું પૂછી લેવા કહેલ. ખરેખર તે મુનિવરે ખૂબ જ કાળજી પૂર્વક લખાણ તપાસીને સુધારવા જેવું સુધારીને પંન્યાસજીને બતાવીને તે લખાણ મને મોકલતા રહ્યા છે. સંવત ૨૦૩૩નું ચાતુર્માસ પૂજ્ય ગુરુભ્રાતા આચાર્યદેવ શ્રીમદ્ધિજય જયંતશેખરરજૂરીશ્વરજી મહારાજ સાહેબ આદિની તબીયતના કારણે તેઓશ્રીની સાથે ખંભાતમાં થયું. તેઓશ્રીની સાથે મુનિરાજ શ્રી જયદેવવિજયજી, મુનિરાજ શ્રી દિવ્યાનંદવિજયજી, મુનિરાજ શ્રી ખ્યાતકીર્તિવિજયજી, મુનિરાજ શ્રી ચંદ્રસુંદરવિજયજી હતા. બધાના સહકારથી ઝડપથી ગ્રંથ લખવાનું કામ ચાલુ રહી શકયું. આ દરમ્યાન બી. એ. શાહ એન્ડ બ્રધર્સવાળા સુશ્રાવક તારાચંદભાઈ અંબાલાલ ખંભાત આવેલા. તેઓએ વરસની મહેનતે તૈયાર થઈ શકે એવા આ ગ્રંથનું કામ જોયું. અને ગ્રંથની ઉપયોગીતા સમજાતા પિતાના પિતાના નામથી શરૂ કરેલ ટ્રસ્ટ તરફથી આ ગ્રંથ પ્રકાશિત કરવા ભાવના પ્રદર્શિત કરી અને સાથે જણાવ્યું કે “આ ગ્રંથ જલદી પ્રકાશિત થાય તેમ કરો.” તારાચંદભાઈની વાત સાંભળી મને આશ્ચર્ય થયું. ખરેખર “સ્વ. પૂજ્ય ગુરુદેવે જ તારાચંદભાઈને પરોક્ષ રીતે પ્રેરણા કરી નહિ હોય?” બાકી મને પિતાને એ કલ્પના પણ ન હતી તેમ આશા પણ ન હતી કે “આટલે જલદી ગ્રંથ છપાવવાની શરૂઆત થઈ શકશે.” શ્રી તારાચંદભાઈની આ સૂચનાથી ચિત્ર વગેરે તૈયાર કરાવવાનું તથા મુદ્રણ માટે પ્રેસવાળાને રૂબરૂ બોલાવી નકકી કર્યું અને સં. ૨૦૩૪ના કારતક મહિનામાં પુસ્તક છપાવવાનું શરૂ થયું. ઘણું ચિત્ર તૈયાર થઈ ગયા હતા અને કેટલાક ચિત્રના બ્લોક પણ નવા તૈયાર થઈ ગયેલા એ અરસામાં સ્વ. પૂ. આ. શ્રી વિ. નેમિસૂરીશ્વરજી મહારાજ સાહેબના સમુદાયના સાધ્વીજી શ્રી ચારિત્રશ્રીજીએ સંપાદન કરી છપાવેલ લઘુક્ષેત્ર સમાસ ગ્રંથની પુનરાવૃત્તિ જોવામાં આવી. તેમાં પહેલી આવૃત્તિના કેટલાંક ચિત્રોના નવા બ્લેક બનાવીને છપાવેલા જોવામાં આવતા વિચાર આવ્યો કે આ તૈયાર બ્લેક મળી શકે તો બ્લોકેને કેટલાક ખર્ચ બચી જાય, આથી બ્લેક sફ ફફફ ફફફ ફફફ ફફફ ફફ ૧૮ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005481
Book TitleBruhat Kshetra Samas Part 01
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherTarachand Ambalal Sha
Publication Year1978
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy