________________
જેનદષ્ટિએ મહા ભૂગોળ-જગતીનું સ્વરૂપ
- ૫૯ જન્માક્તરમાં ઉપાર્જન કરેલા શુભકમના ઉદયના યોગે ઘણા વ્યંતર-વાણવ્યંતર નિકાયના દેવ-દેવીઓ આ ક્રિડા પર્વતે, ગૃહો, મંડપો વગેરેમાં ઇચ્છા પ્રમાણે સુખપૂર્વક બેસે છે, સૂવે છે, ક્રિડા કરે છે અને જેમ સુખ ઉપજે તેમ આનંદ પ્રમોદ કરે છે.
આવા પ્રકારની જગતી કોને હોય છે તે તથા જંબૂદ્વીપના દરવાજા જણાવે છે: एएहिं पारीखत्तादी, वसमुद्दा हवंति सव्वे वि।
चत्तारि दुवारा पुण, चउद्दिसि जंबूदीवस्स ॥१६॥ છાયા–ર્ત વણિતા પામુદ્રા મવતિ પિ .
___ चत्वारि द्वाराणि पुनः चतुर्दिक्षुः जम्बूद्वीपस्य ॥१६॥
અથ–સધળાએ દ્વીપ અને સમુદ્રો આવી જગતી તથા તેની પર વેદિકા અને વનખંડો વડે વિંટળાએલા છે. વળી જંબૂદ્વીપને ચાર દિશામાં ચાર દરવાજા છે.
વિવેચન–વેદિકા, વનખંડ, તોરણ, વાવડી વગેરેથી યુક્ત આવી જગતી દરેક દ્વીપ અને દરેક સમુદ્રને હોય છે.
જંબૂદીપને ફરતી જંબૂદ્વીપની જગતી કહેવાય, લવણ સમુદ્રને ફરતી લવણ સમુદ્રની જગતી કહેવાય, એમ દરેક ધાતકી ખંડ દ્વીપથી સ્વયંભૂરમણ દ્વીપ સુધી અને લવણ સમુદ્રથી સ્વયંભૂરમણ સમુદ્ર સુધી, દરેકને પોતપોતાની જગતી હોય છે. જગતીઓ પણ અઢી ઉદ્ધાર સાગરોપમના સમયની સંખ્યા જેટલી છે. છેલ્લી જગતીએ લોકનો છેડો અને તે પછી અનંત લોકાકાશ પ્રમાણ અલોક છે. માત્ર આકાશ છે.
રત્નપ્રભાદિ સાત પૃથ્વીને નીચે મધ્ય ભાગમાં ૨૦ હજાર જન જાડે ઘનોદધિ, તે પછી અસંખ્ય ગુણો વધારે ઘનવાત, તેની નીચે અસંખ્ય ગુણો વધારે તનવાત, તેની નીચે અસંખ્ય ગુણ વધારે આકાશ, તે પછી શર્કરામભા પૃથ્વી. આ પ્રમાણે સાતે પૃથ્વી, ઘનોદધિ, ઘનવાત, તનવાત અને આકાશને આધારે રહેલી છે.
ઘને દધિ આદિ ક્રમસર વલયાકારે ઓછી થતા થતા લેકના છેડા પાસે રત્નપ્રભા પૃથ્વીને અડીને પહેલા ઘનોદધિ ૬ જન પછી ઘનવાત જા જન પછી તનવાત ૧ યોજન અને તે પછી આકાશ-અલોક અનંતુ આવેલું છે. જ્યારે સાતમી પૃથ્વીને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org