________________
૩૮ ૦
શ્રી સમરાદિત્ય • યશોધર મુનિ ચરિત્ર
ઉતાર્યાને સંતોષ અનુભવે છે, પરંતુ ત્યાં એને શું આ નજર સામે આવે કે પછી જો ક્યાંય ભૂલા પડાયું અને આવા અવતારે આ હાયે વરસી તે એ કેમ સહી જાશે? એ અગનની આગળ આપણને કેઈએ સંભળાવેલાં કડવાં વચનની બળતરા શી વિસાતમાં છે? અગર બીજાને ન ઉતારી પાડીએ કે ન તુછકાર-તિરસ્કાર કરી પરભવે આવી કહાયે ઊઠે એમાં કેટલું બધું ખમવાનું? પરભવે ભયંકર બળવું ન હોય તે અહીબીજાને કટુ વચનથી બાળવાનું રહેવા દો બીજાને બાળીને ઠરવાનું નહિ મળે.
માછલાને તળે છે
મુનિ કહે છે, “લોટને કૂકડે મારવા-ખાવાના પા૫થી શરૂ થયેલ મારી ભ્રષ્ટતાએ જે આ છોલેલા આખે શરીરે ખારા તીખા મસાલાની અગન અગન ઉઠાડી હશે તેની લાયે કેવીક હશે! પણ આટલેથી ય ક્યાં પતે એમ હતું ? એ તે ઝટ ત્યાં ચુલા ઉપર તાવડીમાં માખણ કકડાવવામાં આવ્યું, વરાળ નીકળી રહી છે, અને મહી મને ઉપાડીને આખેને આખે તળવા માટે નાખવામાં આવ્યો !
જાતિસ્મરણ છતાં ધર્મધ્યાન નથી
હું કકળતા માખણમાં તળાઈ રહ્યો છું, નરક જેવી તીવ વેદના ભોગવી રહ્યો છું. આખા અંગમાં એક ઝીણામાં ઝીણે ભાગ બાકી નથી કે જે આ કળતી કઢાઈમાં ઝળબેળ ન તળાતે હૈય. ઘેર બળતરા રામે રેમમાં અને રગે રગમાં ઉઠી છે! બીજી બાજુ જાતિસ્મરણ જ્ઞાન છે તેથી રાંકડો વિચા૨ આવે છે કે હાય ! આ મારો પુત્ર ગુણધર મને છિન્નભિન્ન કરેલો ખાશે !” પરંતુ ધમયાન સૂઝતું નથી. બીજી બાજુ કઠેર કર્મના ઉદયે આયુષ્ય પણ હજી સમાપ્ત થઇને પ્રાણ નિકળી જવા તૈયાર નથી, ત્યારે વિચાર છે અને અગની અતુલ વેદના અને મનની હાયવેય જીવને કેટલા પીડી રહ્યા હશે !”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org