SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪ તાનું તારણ શાસ્ત્ર-નિજિત મંત્રદીક્ષા સાથે સરખામણી થઈ શકે એમ નથી, પરંતુ તેમાં સિદ્ધાંત તે એ જ છે કે જે યોગ્ય હોય તેને વિદ્યાદાન કરવું. આજે કેટલાક મોટી જાહેરાત વાંચીને મંત્રના પુસ્તકે લઈ આવે છે, તેમાંથી પિતાને અનુકૂળ પડે એ એકાદ મંત્ર પસંદ કરી લે છે અને તેને જાપ કરવા મંડી જાય છે. પરંતુ એ રીતે ઘણે જાપ કરવા છતાં જ્યારે મંત્રસિદ્ધિ થતી નથી, ત્યારે તેઓ કહે છે કે “આ તે પાણી લેવું. આમાં કંઈ સાર નથી. મંત્ર-તંત્ર બધા બેટા છે.” અને તેઓ આસન ઉઠાવી ઊભા થઈ જાય છે. પણ એ વિચારતા નથી કે પિતે વસ્તુની શરૂઆત જ બેટી રીતે કરી છે અને પિતાની એ વિષય માટે જે યોગ્યતા હોવી જોઈએ, તે ! તપાસવાની તસ્દી લીધી નથી. કેટલાક કામનાપીડિત લેકે કઈ સાધુ, સંત કે ફકીરને જોઈ તેમની કેટલાક દિવસ સેવા કરે છે, પછી એકાંતમાં કામના પૂર્ણ કરનાર મંત્રની માગણી કરે છે અને એ સાધુ, સંત કે ફકીર તેને એક મંત્ર આપી તેને જપ કરવાનું કહે છે. પરંતુ ઘણું દિવસ જપ કરવા છતાં તેનું કંઈ ફળ દેખાતું નથી, તેમાં પણ પિતાની કે મંત્ર આપનાર ગુરુની જ ખામી હોય છે. કેટલાકને તેનું થોડું ઘણું ફળ દેખાય છે, તેનું કારણ શ્રદ્ધા કે ભાવના છે, પણ તેની પૂર્ણ સિદ્ધિ તે -તંત્રકથિત ઉપાય અજમાવ્યા સિવાય થતી જ નથી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005479
Book TitleTantronu Taran
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1961
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy