________________
તંત્રશાસ્ત્ર અને મંત્રવિજ્ઞાન –તંત્રશાસ્ત્ર અને મંત્રવિજ્ઞાન
તંત્રશાસ્ત્રોએ મંત્ર અંગે ઘણે વિચાર કર્યો છે અને તે અંગેનાં બધાં પગથિયાં વિગતવાર દર્શાવ્યાં છે. જે આ પગથિયાને આપણે બરાબર અભ્યાસ કરીએ તે તેમનાં મંત્રવિષયક જ્ઞાન માટે આપણું મસ્તક ડોલ્યા સિવાય. રહે નહિ.
તંત્રશાસ્ત્રોએ મંત્રની વ્યાખ્યા આ પ્રમાણે કરી છેઃ अज्ञानाद् विश्वविज्ञानं, त्राणं संसारबन्धनात् । यतः करोति संसिद्धथै मन्त्र इत्युच्यते ततः ॥
જે અજ્ઞાનમાંથી વિશ્વનાં વિજ્ઞાનની સંસિદ્ધિ પ્રત્યે લઈ જાય, જે સંસારનાં બંધનેમાંથી રક્ષણની પ્રાપ્તિ કરાવે તે મંત્ર કહેવાય.
કેણે કયે મંત્ર ગ્રહણ કર જોઈએ, તે અંગે પણ તેમણે ઊંડી વિચારણા કરી છે અને તેના સાધ્ય, સિદ્ધ, સુસિદ્ધ, શત્રુરૂપ અને મૃત્યુદાયી એવા પાંચ ભાગો પાડી તે
ધી કાઢવાની રીત બતાવી છે. પછી મંત્રજપ પુસ્તકે વાંચીને પોતાની બુદ્ધિએ ન કરે, પણ યોગ્યગુરુ આગળ મંત્રદીક્ષા ગ્રહણ કરીને કરે, એ પર ખાસ ભાર મૂકયો છે. તે અંગે રુદ્રયામલના ત્રીજા પટલમાં કહ્યું છે કે –
अदीक्षिता ये कुर्वन्ति जपपूजादिकाक्रियाः ।। न भवन्ति प्रिये ते i शिलायामुप्तबीजवत् ॥
હે પ્રિયા ! જેઓ મંત્રદીક્ષિત થયા વિના જપપૂજા વગેરે ક્રિયાઓ કરે છે, તેમને શિલામાં વાવેલાં બીજની જેમ કે ફળની પ્રાપ્તિ થતી નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org