SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ તંત્રનું તારણ એપુિત્ર કમલની કથા શ્રીપુર નામે એક નગર હતું. તેમાં શ્રીપતિ નામે એક શેઠ રહેતું હતું. તેને સુંદરી નામની ભાર્યા હતી. તેનાથી કમલ નામને એક પુત્ર થયું હતું. તે અનુકમે બધી કલાઓમાં પ્રવીણ થયો, પણ બહોતેર કળાની શિરતાજ જે ધર્મકલા કહેવાય, તેનાથી વિમુખ રહ્યો. તેના પિતા જ્યારે પણ ધર્મસંબંધી કઈ વાત શરૂ કરતા કે તે બગાસાં ખાવા માંડતે કે આંખે ચેળીને ઊભું થઈ જતું. એક લોકકવિએ કહ્યું છે કે – જેનું મન જે શું વસ્યું, તેને તે જ સુહાય; દ્રાક્ષ તણે તછ માંડે, કાગ લીબળી ખાય. હવે એક વાર નગરની સમીપમાં રહેલાં ઉદ્યાનમાં શ્રી શીલંધર નામના આચાર્ય પધાર્યા. તે જાણુને શ્રીપતિ શેઠ તેમને ઉપદેશ સાંભળવા ગયે. એ ઉપદેશ પૂરો થયા પછી તેણે બે હાથ જોડીને કહ્યું: “પૂજ્ય ગુરુદેવ ! મારે પુત્ર કમલ બધી વાતે હોશિયાર છે, પણ ધર્મથી વિમુખ છે, તેથી તેને ધર્મ પમાડવાની કૃપા કરે.” ગુરુએ કૃપા કરી તે વાતને સ્વીકાર કર્યો, એટલે શ્રીપતિ શેઠે ઘરે આવી કમલને કહ્યું કે “આજે તે એક મોટા મહાત્મા નગર બહાર પધાર્યા છે. બધા લકે તેમનાં દર્શને જાય છે, તો તું પણ ત્યાં જઈ તેમનાં દર્શન કરી આવ.” Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005479
Book TitleTantronu Taran
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1961
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy