________________
૧૪
. તંત્રોનું તારણ - આ શબ્દ ક્યારે લખાયા હશે ? તંત્રવાદે પિતાનું પ્રભુત્વ પૂરેપૂરું બતાવ્યું હશે ત્યારે જ ને? ઈતિહાસ એમ કહે છે કે એક વખત સારાયે ભારતવર્ષમાં તંત્રશાસની બેલબાલા હતી, કારણ કે અનેક પ્રકારનાં અદ્ભુત-અચિંત્ય કાર્યો તેના દ્વારા નિષ્પન્ન થતાં હતાં.
મહામારી જે ભયંકર રોગ ફેલાય હાય, માણસે ટપોટપ મરતા હોય અને વૈદ્યહકીમની કેઈ કારી ફાવતી ન હોય, ત્યારે આ તંત્રવાદીઓ આગળ આવતા અને તંત્રપ્રો દ્વારા તેની શીધ્ર શાંતિ કરી બતાવતા. તે માટે શ્રીભદ્રબાહસ્વામી, શ્રી માનદેવસૂરિ વગેરેનાં ચરિત્ર પ્રસિદ્ધ છે.
અનેક પ્રકારના વિષમ રેગે કે જે અન્ય કોઈ ઉપાયે સાધ્ય થતા ન હોય તેને પણ તેઓ તંત્રપ્રયોગો દ્વારા સિદ્ધ કરી બતાવતા. એક વખત પાટલિપુત્રના રાજા મુરુંડનાં મસ્તકમાં વેદના ઉત્પન્ન થઈ. તે કઈ વૈદ્ય-હકીમ મટાડી શક્યો નહિ. એ વખતે મંત્ર-તંત્ર-વિશારદ અનેક શાસ્ત્રોના જ્ઞાતા શ્રીપાદલિપ્તસૂરિ નગરમાં બિરાજતા હતા. તેમની ખ્યાતિ સાંભળી રાજાએ પોતાના પ્રધાન પુરુષને તેમની આગળ મોકલ્યા. તેમણે કહ્યું: “હે ભગવન! રાજાધિરાજની મસ્તકની વેદના દૂર કરે અને તેમ કરીને કીતિ અને ધર્મને સંચય કરે.”
શ્રીપાદલિપ્તસૂરિએ તેમની આ વિનંતિને સ્વીકાર કર્યો અને તેઓ રાજકુલમાં ગયા. ત્યાં રાજાને સામે બેસાડી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org