________________
વસંતવિલાસનો છંદ
૩૫ કુલ ૭૦ દાખલામાં લેખનશુદ્ધિ કર્યા વિના જ ૧૧ માત્રાના હોવાનું જોઈ શકાય છે.
આ ઉપરાંત ઘણી પંક્તિઓમાં લેખનપદ્ધતિની અશુદ્ધિ દૂર કરતાં ૧૧ માત્રાનું ચરણ મળે છે. પ્રાચીન ગુજરાતી કૃતિઓની લેખનપદ્ધતિની લાક્ષણિકતાઓમાંની, પહેલું ધ્યાન ખેંચે તેવી એ છે કે પરવર્તી રકારની અસર નીચે આગળનો હ્રસ્વ રૂ દીર્ઘ લખાય છે – વ્યુત્પત્તિ તેમ જ છંદની દૃષ્ટિએ જોતાં જ્યાં હ્રસ્વ હું અપેક્ષિત હોય, ત્યાં પણ પાછળ આવતા યકારની અસર નીચે તે દીર્ઘ લખવાનો રિવાજ જણાય છે. આ વલણની ઉત્કટતા જોતાં આપણે એવું પણ અનુમાન કરી શકીએ કે પાછળના સમયમાં આ રીતનો રૂકાર ખરે જ દીર્ઘ ઉચ્ચારાતો થયો હશે, પણ પ્રાચીન કહી શકાય તેવી કૃતિઓમાં તો મૂળે સ્વ હોવો જોઈએ એમ સપ્રમાણ જોઈ શકાય છે. નીચેની પંક્તિઓમાં આ જાતનો દીર્ઘ રૂ લખાયેલો છે, અને તેને હ્રસ્વ તરીકે ગણતાં ૧૧ માત્રાનું માપ બરોબર આવી રહે છે.
(૧) કર્મણિ ભૂતકૃદંત કે સંબંધક ભૂતકૃદંત :
૧૦ખ (બાંધીય), ૧૨ખ (મિલીય), ૧૩ક (ચાઈય), ૩૩ક (જાગીય), વગેરે.
(૨) સ્વાર્થે ર (૧) વડે વિસ્તારિત સ્ત્રીલિંગ અંગો :
રક (તણીય), હક (જાલીય), ૧૦ક (ઝારીય), ૧રક (નારીય), ૧૨ખ (ચોલીય), ૨૮ખ (બાલીય ચોલીય), ૩૧ખ (કલીય), ૩૮ક (બાલીય, ચોલીય), ૫૧ક (સરિસીય), ૫૧ખ (નમણીય), ૫૮ખ (ભૃકુટીય), પલક (મોતીય), ૬૧ખ (ગુણતીય, ૬૨ક (મોતીય), ૬૨ક (મોતીય), ૬૫ક (તણીય) વગેરે.
(૩) ય ની અસર નીચે છું થયાનાં સ્ત્રીલિંગનાં ઉદાહરણો : પખ (પથીય), કખ (કામીય), ૩૩ખ (ડીઆઈ), પછક (હરીયાલ)
વગેરે.
બીજું, અપભ્રંશ ભૂમિકામાં બધાંયે શુદ્ધ અપભ્રંશ રૂપોનો અંત્યાક્ષર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org