________________
“સદેવંત સાવળિગા
૨૯ ગાથાનું “વન્નાલગ્નમાં મળતું મૂળ વગેરે પુરાવા તરીકે લઈ શકાય). મજમુદારે સ્વીકારેલા ગાથાઓના પાઠમાં જે અનેક અશુદ્ધિઓ છે, તેમાંથી ઘણીબધી છંદનો થોડોક વિચાર કરીને દૂર કરી શકાઈ હોત. ઉદાહરણ તરીકે– બીજી કડીમાં “રચીય' ને બદલે “રચિય' (સં. “રચિત) ત્રીજી કડીમાં “ગવરી' ને બદલે “ગવરિ” (પ્રાકૃત-અપભ્રંશ રૂપ) ચોથી કડીમાં કેવિ ને બદલે ‘કિવિ' (આરંભે આપેલી છબીવાળી વડોદરાની પ્રતનો પાઠ) પાંચમી કડીમાં “અભૂત'ને બદલે “અદ્ભુત ૪૨૭મી કડીમાં “તિહૂઅણિ ને બદલે “તિહુઅણિ' ૧૧૦મી કડીમાં ‘નમીય', “અમીય' ને બદલે “નમિય’, ‘અમિય' ૨૨પમી કડીમાં “તારો' ને બદલે “તરુઅર' ‘પુજીય' ને બદલે “પુજ્જિય'
એ પ્રમાણે વાંચતાં છંદની અશુદ્ધિ સહેજ દૂર થાય છે. ૧૪૧મી કડીમાં આપેલી ગાથાનો પાઠ તદ્દન ભ્રષ્ટ છે. તે ગાથા પ્રાકૃત સુભાષિતસંગ્રહ “વજ્જાલગ્નમાં પણ મળે છે (ગાથા ૫૧). શુદ્ધ પાઠ અને અર્થ નીચે પ્રમાણે છે :
નહમસભેય જણણો, દુમુહ અસ્થિખંડણસમFો | તહ-વિ હુ મઝાવલિઓ, નમહ ખલો નહરભસારિચ્છો !
જેમ નરેણી નખ અને માંસ વચ્ચે ભેદ પડાવે છે, બે મોઢાળી છે, હાડકું વાઢવા સમર્થ છે અને વચ્ચેથી વાંકી છે, તેમ દુર્જન ગાઢ મિત્રો વચ્ચે ફૂટ પડાવે છે, બે મોઢાળો છે, ધનનો નાશ કરવા સમર્થ છે અને પેટમાં આંટીવાળો છે. આવા નરેણી સમા દુર્જનને નમસ્કાર.” - “અડ્યલ” કે “અડિલ્લા' છંદના બંધારણ અને લયથી જે પરિચિત હોય તેને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org