________________
અભિવન- માં
૨૩ પૃ. ૨. “
દલ” એ દેસળનું રૂપાંતર નથી. “વીસલ', “જેસલ' જેવાં નામોમાં તેમ જ અન્યત્ર મળતો સ્વરમધ્યવતી સકાર, ચોક્કસ શરતે નીચેના અપવાદ, જળવાઈ રહ્યો છે. તેનું જે અર્વાચીન પ્રાંતીય ઉચ્ચારણ અઘોષ હકાર (વિસર્ગ જેવું) છે, તે સત્તરમી સદીમાં પણ સિદ્ધ થઈ ચૂકેલું માની લેવા માટે શો આધાર છે? “દેવલ્લ”, “ભોગલ' વગેરે દસમી શતાબ્દી લગભગનાં નામોની જેમ “દેહલ્લ'. પણ સમજી શકાય. વળી ‘દેહલ ઉપરાંત કાવ્યમાં બે વાર “દેઅલ' (૩૩૮, ૪૦૫) એવું રૂપ મળે છે તે વિચારવાનું રહે છે.
પૃ. ૩ ગુજરાતીની વિકાસભૂમિકાઓની ચૂળ સમયમર્યાદા પણ શાસ્ત્રીય રીતે નક્કી નથી થઈ ત્યાં તેમનો આધાર લઈને વિ.સં. ૧૬૮૦ની પ્રતવાળી કૃતિ વિ. સં. ૧૫૫૦ લગભગ રચાયાની અદ્ધર અટકળ કરવાનો શો અર્થ ?
પૃ. ૯ “કથાસરિત્સાગર'ની કોઈક કથામાં અમસ્તાં આપેલાં યોદ્ધાઓનાં નામમાંનું એક નામ અસુર અભિમન્યુનું હોય તે ઉપરથી જો ગુજરાતી પરંપરામાં અર્જુનપુત્ર અભિમન્યુ અસુર હોવાની કલ્પના જન્મી માની શકાય તો પછી ગમે ત્યાં મળતા કોઈ નામ ઉપરથી ગમે તે અનુમાન દોરી શકવાની અનવસ્થા ઊભી થાય.
પૃ. ૨૯. “પરભાત' વગેરે “સ્વરભક્તિનાં નહીં, પણ “વિશ્લેષ'નાં ઉદાહરણ છે. વૈદિક સ્વરભક્તિમાં અમુક સ્વરાશનો આગમ મનાતો, અહીં તો પૂરા સ્વરનો આગમ હોય છે. કે. કા. શાસ્ત્રીએ પણ આ સંજ્ઞા ખોટી રીતે યોજી છે.
- રૂપરચનામાં “સંદેતુ', “લોભિઉ”, “લોલ્ડ', “પાંજરૂ' એ ઉકારાન્ત અંગો નથી, પણ અકારત્ત અંગોનાં “ઉ” કે “ઊ” પ્રત્યયવાળાં રૂપો છે. સંપાદિત પાઠ
સંપાદિત પાઠના મૂળ પ્રત સાથેના થોડાક વિસંવાદનો ઉપર નિર્દેશ કરેલો છે. તે ઉપરાંત સંપાદિત પાઠ ખામીવાળી પ્રતને કારણે કેટલેક સ્થળે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org