________________
હસ્તપ્રતોને આધારે પાઠસંપાદન મળે છે, અને એ પ્રતો, આપણે ઉપર જોયું તેમ એકબીજાથી અનેક વિગતોમાં જુદી પડે છે. મૂળ લેખકે તૈયાર કરાવેલી પ્રત તો નષ્ટ થઈ ગઈ છે. તો તમારે કઈ પ્રતની ઉપરથી કૃતિ છપાવવી ? આનો નિર્ણય તમારે શાસ્ત્રીય રીતે લેવાનો રહેશે. કેમકે પાછળથી ઉમેરાયો હોય તેવા ભાગ મૂળના ભાગ તરીકે ખપી જાય, તો એવી ભેળસેળિયા સામગ્રી પરથી તારવેલાં સાહિત્ય, ભાષા ને સંસ્કૃતિને લગતા નિર્ણયો ખોટા ઠરે. એટલે બધી પ્રતોની તુલના કરી તેમાંથી કેટલું મૂળનું, કેટલું પાછળથી દાખલ થઈ ગયેલું કે બદલાઈ ગયેલું એનો નિર્ણય કરવામાં ચોક્કસ ધોરણો તમારે નક્કી કરવાં પડે. વિદ્વાનોએ અભ્યાસ કરી આવાં ધોરણો નક્કી કરેલાં જ છે. કૃતિસંપાદનનું એક આગવું શાસ્ત્ર જ છે. આ સંપાદનશાસ્ત્ર મળતી સામગ્રીને આધારે કૃતિના મૂળરૂપની નજીક પહોંચવાના નિયમો ને પદ્ધતિ આપે છે. શાસ્ત્રીય સંપાદનની પદ્ધતિ
ઉપર્યુક્ત પ્રતોના પાઠનું સ્વરૂપ અને મૂલ્ય, લેખન-પદ્ધતિ, પ્રતોનો પરસ્પર સંબંધ, કૃતિની પાઠજાળવણીની પરંપરા અને પાઠ્યપસંદગીનાં ધોરણો-આ મુદ્દાઓને લગતી વિચારણા પાઠસંપાદનમાં પાયાની હોય છે. તેમની ઉપેક્ષા “શ્રદ્ધેય”, “પ્રામાણિક', “આધારભૂત” અધિકૃત” એવા કોઈ વિશેષણને પાત્ર ગણાતા પાઠમાં ન જ કરી શકાય.
વસ્તુતઃ આવી ઉપેક્ષાના મૂળમાં છે સંપાદનની વૈજ્ઞાનિક દૃષ્ટિનો અભાવ. શરૂમાં આપણે ત્યાં મધ્યકાલીન કૃતિઓના સંપાદનમાં જે હાથમાં આવી તે હસ્તપ્રતને સુધારીને છાપી નાખવાનું પ્રબળ વલણ હતું. અને હજી પણ એ વલણ કેટલેક અંશે ચાલુ રહ્યું છે.
પ્રકાશિત ઘણી કૃતિઓ માટે એક જ હસ્તપ્રત મળતી હોય અથવા તો બીજી હસ્તપ્રતની તપાસ ન થઈ શકી હોય) ત્યારે એક જ હસ્તપ્રતનો પાઠ અપાયેલો હોય, અને જ્યાં એ પ્રત પ્રાચીન હોય છે ત્યાં પાઠનિર્ણયનો પ્રશ્ન ખાસ નડતો નથી. પણ આ પ્રકારના સંપાદનકાર્યનું એક પરિણામ એ આવ્યું કે આને પરિણામે વિભિન્ન પાઠપરંપરાવાળી પ્રતોને આધારે મૂળ પાઠ નિશ્ચિત કરવાની સમસ્યાની વિચારણા ન થઈ. જ્યાં એકથી વધુ પ્રતને આધારે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org