________________
દાર્શનિક ચિંતનવિશ્વ
(૩) જર્મન તત્ત્વજ્ઞાની કાન્ટના નીતિશાસ્ત્રીય સિદ્ધાંત અનુસાર કર્તવ્ય તો કર્તવ્ય ખાતર જ કરવું જોઈએ.
૬૧
ઉપરના ત્રણે મતોની આનંદશંકર સમીક્ષા કરે છે. પ્રથમ સિદ્ધાંત એવી શ્રદ્ધા ઉપર રહેલો છે કે, સર્તનનો બદલો સુખ રૂપે હમણાં નહિ તો ભવિષ્યમાં જન્મ-જન્માંતર કે સ્વર્ગમાં પણ મળવાનો જ છે. કારણકે સર્તનની સાથે હંમેશાં દુઃખ જોડાયેલું હોય તે માનવ હૃદય સ્વીકારવા તૈયાર જ નથી. તેથી તેનો બદલો સુખ રૂપ મળે છે જ એવી શ્રદ્ધા મનુષ્યના હૃદયમાં રહેલી છે. આ શ્રદ્ધા સકારણ છે. પણ આવી સુખ મેળવવાની વૃત્તિથી થતું વર્તન સર્તન તો ન જ કહેવાય. કારણકે સ્વાર્થ અને ધર્મ (સર્તન) સાથે જઈ શકે તેમ નથી.
બીજા મતે સર્તનને જ સુખરૂપ ગણી તે બંનેની એકતા પ્રસ્થાપિત કરે છે. સર્તન એ જ પરમ સત્ય સુખ છે, અન્ય તમામ પ્રકારનાં સુખો ગૌણ છે. પરંતુ આમાં પણ સુખ મેળવવાના જ ઉદ્દેશથી સર્તન થતું હોય તે પ્રવૃત્તિ સ્વાર્થી જ ગણાય. તેથી આ સિદ્ધાંત પણ તાર્કિક રીતે સ્વીકાર્ય નથી.
કર્તવ્ય ખાતર કર્તવ્ય અંગેના કાન્ટના મતની સમીક્ષા કરતાં આનંદશંકર કહે છે કે, કાન્ટનો આ મત સ્વીકારવા યોગ્ય છે પણ આ સિદ્ધાંતમાં કઠોરતા અને કર્કશતા હોઈ, મનુષ્યને કર્તવ્ય કરવા આકર્ષે એવું તેમાં કંઈ નથી. આ દ્વારા કર્મની કેવળ ઔપચારિકતા ફલિત થાય છે.
આમ, ઉપરના વિવિધ મતોની સમીક્ષા કરી તેઓ એમ સાબિત કરે છે કે આ સિદ્ધાંતો સમાધાનકારી નથી. કંઈક એવી શક્તિ શોધી કાઢવી જોઈએ કે જેના અવલંબનમાં મનુષ્યને સ્વયં આકર્ષણ થાય. આ શક્તિરૂપે ભગવતપરાયણતાના સિદ્ધાંતને આનંદશંકર સ્થાન આપે છે.
“જેના હૃદયમાં કોઈક ક્ષણે પણ એનો ભાવ થયો છે. જેની જીવન નૌકા ક્ષણવાર પણ એના વહેણમાં પડી સન્માર્ગે ચાલી છે, જેનો વિચાર એક વાર પણ એ અમૃતમય જ્યોતિની ઝાંખી કરી આવ્યો છે. તે એનું દિવ્ય આકર્ષક ‘માધુર્ય’કદી પણ વીસરતો નથી અને એનામાં જ એને પોતાનો આત્મભાવ અનુભવાય છે. જે ભગવાનને ‘સર્વભાવે’ શરણે ગયો છે, જેણે એ સર્વાત્મભૂત મહાન પદાર્થમાં જ પોતાનું આત્મત્વ જોયું છે, અને લોકો જેને “આત્મા” કહે છે એ ક્ષુદ્ર પદાર્થ એને સમર્પી દીધો છે તેને સ્વાર્થાનુસરણનો પ્રસંગ જ ક્યાં રહ્યો ? વળી, જે ‘રસ’ના તરંગ ઉપર ડોલતો તરંગરૂપ થઈ રહ્યો છે તેની આગળ કઠોરતાકર્કશતા પણ કેવી ?” (ધર્મવિચાર-૧, પૃ.૮૨)
આમ, ભગવતપરાયણતા (પ્રભુની શરણાગતિ)નો માર્ગ જ ઉત્તમ છે એમ કહી આનંદશંકર સર્વધર્માન્તરિત્યખ્ય મામેર્જ શાળ વ્રન । (અધ્યાય-૧૮, શ્લોક-૬૬) એ ગીતાના શક્તિરૂપ શ્લોકનું રહસ્યોદ્ઘાટન કરે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org