________________
દાર્શનિક ચિંતનવિશ્વ
૪૩
આવવાને કારણે તથા અંગ્રેજોની સામ્રાજ્યવાદી નીતિના દુષ્પચારને પરિણામે ભારતીય તત્ત્વજ્ઞાન પર પશ્ચિમના ચિંતકો દ્વારા કેટલાક આક્ષેપો કરવામાં આવે છે. એ આક્ષેપોના ઉત્તર આનંદશંકર ઐતિહાસિક અને તાર્કિક પદ્ધતિ દ્વારા આપે છે. (૧) ભારતીય તત્ત્વજ્ઞાન “ધર્મ સાથે સંકીર્ણ (ભેળસેળ)થઈ ગયેલું છે અને તેથી એમાં તત્ત્વજ્ઞાનનું શુદ્ધ સ્વરૂપ જોવા મળતું નથી.
આ આક્ષેપનો ઉત્તર આનંદશંકર પૂર્વ અને પશ્ચિમના તત્ત્વજ્ઞાનમાં રહેલા ભેદને આધારે આપે છે. પૂર્વમાં રહેલી ધર્મ અને તત્ત્વજ્ઞાનની એકતાને આનંદશંકર તેની આગવી વિશેષતા માને છે. ભારતમાં તત્ત્વજ્ઞાનથી પ્રાપ્ત દર્શન જ વ્યવહારિક સ્વરૂપે ધર્મ તરીકે વ્યક્ત થાય છે. ભારતીય ધર્મના વિવિધ સંપ્રદાયોના પાયામાં પણ તત્ત્વજ્ઞાનનો જ સૈદ્ધાંતિક આશ્રય રહેલો છે.
વસ્તુના યથાર્થ સ્વરૂપનો પ્રમાણ દ્વારા નિર્ણય કરતું શાસ્ત્ર એટલે તત્ત્વજ્ઞાન. સત્ય, શિવ અને સૌંદર્યના ક્ષેત્રની મૂળભૂત માન્યતાઓનો સર્વદેશી અને સમીક્ષાત્મક વિચાર કરી તેના યથાર્થ સ્વરૂપનો નિર્ણય તત્ત્વજ્ઞાન કરે છે. આનંદશંકર તત્ત્વજ્ઞાનનો ધર્મ સાથેનો અવિરોધ તારવી બતાવે છે. ધર્મ અને તત્ત્વજ્ઞાન એકબીજામાં ભળી જાય એ આનંદશંકરને મન કોઈ દોષ નથી, કારણકે ધર્મ અને તત્ત્વજ્ઞાન બન્નેના વિષયો એક જ છે. ધર્મનાં સત્યો તપાસવા અને દષ્ટિગોચર કરવા એ તત્ત્વજ્ઞાનનું કાર્ય છે, જ્યારે તત્ત્વજ્ઞાનના સત્યો ઉપર વિશ્વ ટકી (ધુ) રહ્યું છે, એ બતાવવાનું અને બતાવીને એને જીવનમાં વણવાનું કામ ધર્મનું છે. તેથી સ્વાભાવિક રીતે બંને એકબીજામાં મળી કામ કરે તેમાં જ એમની સફળતાને આનંદશંકર પ્રમાણે છે.
મનુષ્યના હૃદયમાં અનુભવતા જીવ, જગત અને ઈશ્વર સંબંધી ગંભીર પ્રશ્નો અને આકાંક્ષાના ખુલાસા કરવાનું કામ ધર્મનું છે. તત્ત્વજ્ઞાન પણ આજ મહાપ્રશ્નોની અન્વેષણા કરે છે. પરંતુ તત્ત્વજ્ઞાનના સત્યો માત્ર વિચારરૂપ કે વાણીરૂપ રહે તો એમાં તત્ત્વજ્ઞાનની પૂર્ણતા અનુભવાતી નથી. આનંદશંકર તત્ત્વજ્ઞાન અને ધર્મનાં કાર્યોનો સમન્વય સાધીને બન્નેની એકરૂપતા સિદ્ધ કરે છે. તત્ત્વજ્ઞાન અને ધર્મ બન્નેનું કાર્ય માનવ જીવનના સર્વે વ્યવહારોમાં સત્યના અનુભવને ચરિતાર્થ કરવાથી સિદ્ધ થાય છે. ભારતીય પ્રજાના વ્યક્તિગત અને સામાજિક વ્યવહાર તેના ધર્માનુસાર થતા હોય છે, અને ધર્મ તત્ત્વજ્ઞાનના પાયા ઉપર રચાયેલો હોય છે એટલે એ રીતે ભારતમાં તત્ત્વજ્ઞાન, ધર્મ અને જીવન વ્યવહાર એકબીજાથી અભિન્ન રીતે સંયોજાયેલા જોવા મળે છે જે આનંદશંકરને મન ભારતીય તત્ત્વજ્ઞાનની આગવી વિશેષતા છે.
આનંદશંકરના સમકાલીન પંડિત યુગના બીજા પ્રખર વિદ્વાન નર્મદાશંકર મહેતા આપણે ત્યાં ધર્મ અને તત્ત્વજ્ઞાનને પશ્ચિમમાં ગણવામાં આવે છે તેમ અલગ અલગ ગણ્યા નથી તેનું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org