________________
પરિશિષ્ટ ૧ આનંદશંકર ધ્રુવ : જીવનિકા
ઈ.સ. ૧૮૬૯ જન્મ અમદાવાદમાં, (તા. ૨૨-૧-૧૮૬૯) પિતા બાપુભાઈ દયાશંકર ધ્રુવ,
વડનગરા નાગર ગૃહસ્થ. ૧૮૮૨ લગ્ન અંદુબા સાથે. ૧૮૮૫ મેટ્રિક, સમગ્ર યુનિવર્સિટીમાં બીજો નંબર. ૧૮૮૭ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધિવેશનમાં હાજર રહ્યા. એકટ અધિવેશનને બાદ
કરતાં ૧૮૮૭ થી ૧૯૩૭ સુધી બધાં અધિવેશનમાં હાજર. ૧૮૮૯ બી.એ. (મુંબઈ યુનિવર્સિટી), ગુજરાત કોલેજમાંથી, મુખ્ય વિષય સંસ્કૃત .
સામયિકોમાં લેખો લખવાની શરૂઆત, ૧૮૮૯-૯૦. ૧૮૯૦ સૌ. અંદુબાનું અવસાન. ૧૮૯૧ એમ. એ. (મુંબઈ યુનિવર્સિટી) મુખ્ય વિષય સંસ્કૃત. ૧૮૯૩ બીજું લગ્ન, અમીરબા સાથે, બે પુત્રો - પ્રભાઈ અને પ્રહલાદભાઈ, એક પુત્રી
સૌ.જોલીબહેન (લગ્ન. હરિસિદ્ધભાઈ દિવેટિયા સાથે) ૧૮૯૩ ગુજરાત કોલેજ, અમદાવાદમાં સંસ્કૃતના અધ્યાપક, ૧૯૧૯માં એલ્ફિન્સ્ટન કોલેજ
મુંબઈમાં બદલી થઈ અને પછી બનારસ ગયા ત્યાં સુધી આ પદ શોભાવ્યું. સંસ્કૃત ઉપરાંત અંગ્રેજી, ન્યાય અને તત્ત્વજ્ઞાન એ વિષયો પણ શીખવ્યા. કેટલોક સમય આચાર્ય પણ રહ્યા. આ દરમિયાન ૧૯૦૮-૦૯માં કોલેજની ડિબેટીંગ સોસાયટી
તથા ક્રિકેટ ક્લબમાં સક્રિય રસ. ૧૮૯૬ એલએલ.બી. થયા. ૧૮૯૮ મ.ન.દ્વિવેદીના અવસાન પછી “સુદર્શન'નું તંત્રીપદ ૧૯૦૨ સુધી સંભાળ્યું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org