________________
૧૬૮
આચાર્યશ્રી આનંદશંકર ધ્રુવ : દર્શન અને ચિંતન
અહીં આનંદશંકર નોંધે છે કે “ખ્રિસ્તી ધર્મની માતા મેરીની ભક્તિમાં મેરી પરમાત્મારૂપ મનાતી ન હતી અને એશિયા માઈનરની શક્તિ પૂજા કૃષિદેવતાની કલ્પનાથી અને એની જ રહસ્ય પૂજાથી આગળ વધી શકી ન હતી.” (ધર્મવિચાર – ૧, પૃ. ૬૩૨) વેદધર્મમાં ‘દ સુપળ યુના સવાયા સમાન વૃક્ષ પરિષદ્ધના' (ઋગ્વદ-૧, ૧૬૪-૨૦૬) ઈત્યાદિ શ્રુતિ પરમાત્માનું સખારૂપે પ્રતિપાદન કરે છે. એ જ ભાવના પછીના સમયમાં નર-નારાયણ અને કૃષ્ણ અર્જુનના સંબંધમાં પ્રગટ કરવામાં આવી છે. કૃષ્ણ પ્રત્યે સુદામા અને ઉદ્ધવની ભક્તિનો ખુલાસો પણ સખા ભાવનાથી જ આપી શકાય છે. જો કે પૂર્વે દર્શાવેલા માતા-પિતા અને પુત્રના સંબંધના પ્રમાણમાં આ મિત્રના સંબંધને
આનંદશંકર વધારે ઊંચા અધિકારી માટેનો છે એમ માને છે. (૫) પરમાત્માને સખા સમજવાથી ક્યારેક તેની અવજ્ઞા થઈ જાય છે. તેથી તેનાથી પણ વધુ
સૂક્ષ્મ ભાવના તરીકે આનંદશંકર ‘દાસ્યભક્તિને સ્વીકારે છે. દાસ્યભક્તિમાં ભક્ત પરમાત્માની સ્વામી બુદ્ધિથી સેવા કરે છે. આવા ભક્તો પરમાત્માને સંપૂર્ણ સમર્પિત હોય છે. પરંતુ “પરમાત્માની આવી ઉગ્ર દાસ્યભક્તિ આચરવી સહેલી નથી. વળી, કેટલાંક હૃદય એવાં કોમળ અને રસથી ભીંજેલાં હોય છે કે એમને સેવવત્ દાસ્ય રહેવાથી સંતોષ થતો નથી. એમનો આત્મા પરમાત્મા સાથે પતિ-પત્ની જેવો નિકટ સંબંધ ઈચ્છે છે અને પરમાત્માનું આલિંગન (પરિધ્વંગ) કરવાનો અને એનાથી આલિંગન પામવાને તલસે છે. એવા જનોની સ્થિતિ વેદધર્મની ભક્તિ શાખામાં ગોપીઓની ભક્તિરૂપે ઉપસ્થિત કરવામાં આવી છે. આ પ્રેમલક્ષણા ભક્તિમાં હૃદય પરમાત્મા પ્રત્યે સહજ પ્રેમથી આકર્ષાય છે.... એ હૃદય નથી જાણતું સેવા, નથી જાણતું આત્મ કલ્યાણ, એ જાણે છે એક જ પદાર્થ – પરમાત્મા અને પરમાત્માનો રસ”. (ધર્મવિચાર- ૧, પૃ. ૬૩૨)
જીવાત્મા અને પરમાત્માનો સંબંધ બતાવતા આ સર્વ રૂપકોને આનંદશંકર યથાર્થ અને અયથાર્થ બંને ગણાવે છે, યથાર્થ એ રીતે કે જેમ આપણે છીએ અને જગત છે તેમ એ પણ ત્રીજો આપણાથી ભિન્ન છે. તેથી એનો અને આપણો સંબંધ વિવિધ રૂપકોથી દર્શાવી શકાય છે. અયથાર્થ એ રીતે કે એ રૂપકો પૈકી કોઈપણ એક રૂપક પરમાત્માના સ્વરૂપનું પૂરેપૂરું નિરૂપણ કરવા માટે પર્યાપ્ત નથી. વળી પરમાત્મા એ પદાર્થવિશેષ (અમુક પદાર્થ) નથી. પરંતુ પદાર્થ માત્રનો તત્ત્વભૂત આત્મા છે. તેથી તેને પદાર્થ વિશેષની ઉપમા આપી શકાય જ નહિ. તેથી આ સર્વ રૂપકોને આનંદશંકર અંતિમ દષ્ટિએ અસંગત માને છે. તેમ છતાં મનુષ્ય આત્મા પરમાત્માને કોઈ ને કોઈ રૂપ દ્વારા રાજી કરવાની ઈચ્છા તો કરે જ છે. અને માનવની વિડંબણા એ છે કે તે આ રૂપકમાં પરમાત્માને પૂર્ણ રૂપે રજૂ કરી શકતો નથી. મનુજ આત્માની આ વિચિત્રતા છે કે એ પરમાત્માને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org