SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ એ તારાનાં વિમાનો જાતજાતનાં સ્ફટિકરત્નનાં તેજસ્વી છે, ત્યારબાદ ગ્રહોની શરૂઆત થાય છે. એમાં તારાથી ૧૦ યોજન દૂર પ્રથમ સૂર્ય ગ્રહ, ત્યારબાદ ૮૦ યોજન દૂર ચંદ્ર ગ્રહ, ત્યાંથી ૪ યોજન દૂર ઊંચે બુધ અને ત્યાંથી ત્રણ ત્રણ યોજનને અંતરે અનુક્રમે શુક્ર, ગુરુ, મંગળ અને શનિ ગ્રહો છે. –પૃથ્વીની સહુથી નજીક ગ્રહ સૂર્ય, પછી ચંદ્ર, પછી ક્રમશઃ બુધ, શુક્ર, ગુરૂ, મંગળ અને શનિશ્ચર છે. આપણી પૃથ્વીથી સૂર્ય ૮00 યોજન દૂર, ચંદ્ર ૮૮૦, બુધ ૮૮૮, શુક્ર ૮૯૧, ગુરુ ૮૯૪, મંગળ ૮૯૭, શનિ ૯૦૦ યોજન દૂર છે. સમગ્ર જ્યોતિષચક્રમાં સહુથી છેલ્લો અને સહુથી ઊંચો શનિશ્ચર છે. –૨૮ નક્ષત્રોનું સ્થાન ચંદ્ર અને બુધ ગ્રહ વચ્ચે આવેલું છે, જે આપણી પૃથ્વીથી ૮૮૪ યોજના દૂર છે. નક્ષત્રોનાં મંડલો છે અને તે મેરુપર્વતને ફરતાં ગોળાકારે પરિભ્રમણ કરતાં હોય છે. –સમગ્ર જ્યોતિષચક્રના પાંચ અંગો મેરુપર્વતને પ્રદક્ષિણા દેતા ગોળાકારે પોતાનો ચાર કરે છે અને ભિન્ન ભિન્ન કાળ મયદાઓની સ્થિતિઓને પેદા કરે છે અને જગતના અનેક વ્યવહારોને પ્રવતવિ છે. અંગત નોંધ –જૈનશાસ્ત્રોમાં જ્યોતિષચક્ર બાબતમાં જે કંઈ થોડી ઘણી વિગતો મળે છે તેના આધારે થોડી સ્થૂલ સ્કૂલ માહિતી આપી છે. બાકી આકાશમાં કે સૂર્ય, ચંદ્ર આદિ ગ્રહો વગેરેમાં કેટલીક રહસ્યમય ઘટનાઓ અવરનવર સર્જાય છે કે કેમ ! એ બાબતો જૈનશાસ્ત્રોમાં લખી હોતી નથી અને પ્રાયઃ એવું લખવાની પ્રથા પણ નથી. જ્યારે બીજી બાજુ પરદેશના વૈજ્ઞાનિકો એમનાં વિરાટ દૂરબીનો દ્વારા સૂર્ય વગેરે વસ્તુઓમાં સૂર્યમાં ધડાકા થાય છે, અવાજો થાય છે, જાતજાતની પરિસ્થિતિઓ સર્જાય છે તેમ અવરનવર જણાવતા હોય છે. જુદા જુદા ગ્રહોમાં પણ ચિત્રવિચિત્ર પરિસ્થિતિઓ સર્જાય છે એમ તેઓ કહે છે. જેના અભ્યાસીઓ માટે આ બાબતો ચિંતન કરવા જેવી અને સંશોધન માગી લે તેવી છે. લેખાંક-૩ આ સંગ્રહણીગ્રંથમાં ભૂગોળ-ખગોળનો વિષય મહત્ત્વનું સ્થાન ધરાવે છે એટલે સંગ્રહણી ગ્રન્થના ભૂગોળ-ખગોળના વાચકોને જૈન ભૂગોળ-ખગોળ અને વૈજ્ઞાનિક ભૂગોળ-ખગોળ વચ્ચે આકાશ-પાતાળ જેટલું જે અંતર છે, તે અંતર શું છે? કેવું છે? ભારતની જૈન, હિન્દુ અને બૌદ્ધ ત્રણેય સમાજની જે માન્યતાઓ છે તેથી વિપરીત રીતે વૈજ્ઞાનિકોએ જે વર્ણન કર્યું છે તે બધું શું છે તેની વાચકોને કંઈક ઝાંખી થાય તેવી વિગત અહીં આપું છું. તે પહેલાં વૈજ્ઞાનિકોની આજે એટલે ઇ. સન્ ૧૯૯૦ અને વિક્રમ સં. ૨૦૪૬ સુધીમાં શું પરિસ્થિતિ છે તે થોડું જોઇએ. તે પહેલાં એક વાતનું સ્પષ્ટીકરણ વાચકોએ સમજી લેવું જોઇએ કે છેલ્લાં ૫૦૦ વર્ષથી ખગોળના ક્ષેત્રમાં વૈજ્ઞાનિકોએ પદાર્પણ કર્યું અને છેલ્લાં લગભગ ૨૦૦ વર્ષમાં ભૂગોળ-ખગોળનાં ક્ષેત્રમાં વધુ સંશોધનો થયાં. તેમાં આધુનિક રીતે નવી વેધશાળાઓની શરૂઆત થઇ. આકાશને જોવા માટે નવાં દૂરબીનો તૈયાર થયાં અને તે વેધશાળાઓમાં મૂકવામાં આવ્યાં. ત્યારપછી ખગોળના ક્ષેત્રમાં વૈજ્ઞાનિકોએ આકાશવર્તી સુર્ય, ચંદ્ર, અનેક ગ્રહો, નક્ષત્ર, તારાઓ, આકાશગંગા વગેરે પદાર્થોની બાબતમાં ખૂબ ખૂબ +++++++નનનન+ ન નનનન+નનનન+નનનન++++++નનનન+નનનનન++ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005475
Book TitleSangrahaniratnam Bruhat Sangrahani Sutra
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year2003
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy