________________
દેવોનું સ્થિતિ બર, અસુરકુમારને પાંચ, નાગકુમાર વિગેરે નવનિકાયને છે, વ્યંતરને ચાર, જ્યોતિષીને ચાર તથા સૌધર્મ ઇશાન દેવલોકના દેવોને આઠ આઠ અગમહિષીઓ-ઈન્દ્રાણીઓ હોય છે. (૧૩)
दुसु तेरस दुसु बारस, छ पण चउ चउ दुगे दुगे य चउ ।
गेविजणुत्तरे दस, बिसट्टि पयरा उवरि लोए ॥१४॥
પહેલા બે દેવલોકમાં ૧૩, ત્રીજા ચોથા દેવલોકમાં ૧૨, પાંચમામાં ૬, છઠ્ઠામાં ૫, સાતમામાં ૪, આઠમામાં ૪, નવમા-દશમામાં ૪, અગિઆરમાં બારમામાં ચાર તથા નવ રૈવેયક અને પાંચ અનુત્તરમાં એકંદર દશ, એમ સર્વ મળી ઉપરના દેવલોકમાં ૬૨ પ્રતિરો છે. (૧૪)
सोहम्मुक्कोसठिई, नियपयरविहत्तइछसंगुणिआ । पयरुक्कोसठिइओ, सव्वत्थ जहनओ पलियं ॥१५॥
સૌધર્મ દેવલોકના દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિને સૌધર્મ દેવલોકના પ્રતરની સંખ્યાવડે ભાગ આપી જે પ્રતરનું આયુષ્ય કાઢવું હોય તે પ્રતર વડે પૂર્વોક્ત સંખ્યાને ગુણતાં ઈષ્ટ પ્રતરની ઉત્કૃષ્ટ સ્થિતિ પ્રાપ્ત થાય, જઘન્ય સ્થિતિ તો બધા પ્રતરોમાં પલ્યોપમ પ્રમાણ છે. (૧૫)
सुरकप्पठिईविसेसो, सगपयरविहत्तइच्छसंगुणिओ । हिछिल्लठिईसहिओ, इच्छियपयरम्मि उक्कोसा ॥१६॥
સનકુમાર વિગેરે કલ્પોપપન્નદેવોની ઉત્કૃષ્ટ સ્થિતિને પોતપોતાના દેવલોક સંબંધી પ્રતરની સંખ્યાવડે ભાગ આપવો, જે સંખ્યા આવે તેને ઇષ્ટ પ્રતરની સંખ્યાવડે ગુણવા, જે જવાબ આવે તે તેમજ નીચેના પ્રતરની સ્થિતિ બને મેળવવાથી ઈષ્ટપ્રતરમાં ઉત્કૃષ્ટસ્થિતિ પ્રાપ્ત થશે. (૧૬)
कप्पस्स अंतपयरे, नियकप्पवडिंसयाविमाणाओ ।
હું નિવાસ તેસિં, વહિં તો પાતામાં ૧૦૭ [૪ 1. સં. ]
પ્રત્યેક દેવલોકના છેલ્લા પ્રતરમાં પોતપોતાના નામવાળા કલ્પાવતંસક વિમાનો હોય છે. તેમાં ઈન્દ્રના રહેઠાણ હોય છે અને તેની ચારે બાજુ લોકપાલ દેવોનાં રહેઠાણ છે. (૧૭)
सोमजमाणं सतिभाग, पलिय वरुणस्स दुन्नि देसूणा । वेसमणे दो पलिया, एस ठिई लोगपालाणं ॥१८॥ [प्र. गा. सं. २]
સોમ તથા યમ નામના લોકપાલનું આયુષ્ય અનુક્રમે એક પલ્યોપમ તથા એક પલ્યોપમનો ત્રીજો ભાગ (૧) પલ્યોપમ), વરૂણ લોકપાલનું કાંઈક ન્યૂન બે પલ્યોપમ અને વૈશ્રમણ લોકપાલનું સંપૂર્ણ બે પલ્યોપમનું આયુષ્ય છે. (૧૮).
દિવોનું સ્થિતિદ્વાર પૂર્ણ થયું, હવે તેઓનું જ ભવનદ્વાર શરૂ થાય છે.] असुरा नागसुवन्ना, विज्जू अग्गी य दीव उदही अ । લિસિ પણ થાય સવિદ, મવશવર્ડ તેનું ૩ ૩ ફંતા ૧૬ .
અસુકુમાર ૧, નાગકુમાર ૨, સુવર્ણકુમાર ૩, વિદ્યુત કુમાર ૪, અગ્નિકુમાર પ, દ્વીપકુમાર ૬, ઉદધિકુમાર ૭, દિકકુમાર ૮, વાયુકુમાર ૯ અને સ્વનિતકુમાર ૧૦, એમ દશ પ્રકારના ભવનપતિ છે તથા તે દરેકમાં દક્ષિણ–ઉત્તર એમ બબે વિભાગના બને ઇન્દ્રો છે. (૧૯)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org