________________
महर्षि श्री चंद्रसूरिजी प्रणीतअथ बृहत् संग्रहणीसूत्रम् ।
गाथार्थ समेतम् ।
સુચના આ કૃતિનું ગ્રંથકત નામ “સંગ્રહણીરત્ન” છે. જ્યારે વહેવારમાં સુપ્રસિદ્ધિ “મોટી સંગ્રહણી કે “મોટી સંઘયણી' આ નામની છે. વળી હસ્તપ્રતિઓમાં તો તેના ત્રૈલોક્યદીપિકા આદિ નામો પણ મળે છે.
ગ્રંથકારે રચેલી ગાથાઓનું પ્રમાણ ૨૭૪નું છે. એમાં કોઈ કોઈ ગાથા આગમાદિ શાસ્ત્રોમાંથી ઉદ્ધત કરીને આપેલી જોવા મળે છે. અહીંયા ગાથાઓ ૩૪૯ મુદ્રિત કરી છે. એનો અર્થ એ કે ૭૫ ગાથાઓ ક્ષેપક એટલે विद्याथामा शहीद छ. (२७४+91-3४९)
नमिउं अरिहंताई, ठिइ-भवणोगाहणा य पत्तेयं । सुर-नारयाणं वुच्छं, नर-तिरियाणं विणा भवणं ॥१॥ उववायचवणविरहं, संखं इगसमइयं गमागमणे । दसवाससहस्साइं, भवणवईणं जहन्नठिई ॥२॥
અરિહંતાદિ પંચપરમેષ્ઠિને નમસ્કાર કરીને દેવ તથા નારકની સ્થિતિ–ભવન–અવગાહના-ઉપપાતવિરહ અવનવિરહ-ઉપપાતસંખ્યા અવનસંખ્યા–ગતિ આગતિ આટલા દ્વારોની તેમજ મનુષ્ય અને તિચોના ભવન સિવાય ઉપરનાં દ્વારોની વ્યાખ્યા કરીશ. તેમાં પ્રથમ દેવના સ્થિતિદ્વારના વર્ણનની શરૂઆત કરતાં ભવનપતિદેવોની દશ હજાર વર્ષની धन्य स्थिति छ. (१-२)
चमरबलिसारमहि, तद्देवीणं तु तिन्नि चत्तारि । पलियाइं सहाइं, सेसाणं नवनिकायाणं ॥३॥ दाहिणदिवड्डपलियं, उत्तरओ टुति दुन्नि देसूणा । तद्देवीमद्धपलियं, देसूणं आउमुक्कोसं ॥४॥
ચમરેન્દ્રનું એક સાગરોપમ અને બલીન્દ્રનું સાગરોપમથી કાંઈક અધિક આયુષ્ય છે, અમરેન્દ્રની દેવીનું સાડાત્રણ પલ્યોપમ તથા બલીન્દ્રની દેવીનું સાડાચાર પલ્યોપમનું આયુષ્ય છે. બાકીની નવનિકાયમાં દક્ષિણ દિશાના દેવોનું દોઢ પલ્યોપમ અને ઉત્તર દિશાના દેવોનું કાંઈક ન્યૂન એવા બે પલ્યોપમનું આયુષ્ય છે. તેની દેવીઓનું અનુક્રમે અધી પલ્યોપમ તથા કાંઈક ન્યૂન એક પલ્યોપમનું આયુષ્ય છે. (૩–૪).
वंतरयाण जहनं, दसवाससहस्सपलियमुक्कोसं । देवीणं पलिअद्ध, पलियं अहियं ससिरवीणं ॥५॥ लक्खेण सहस्सेण य, वासाण गहाण पलियमेएसिं । ठिइ अद्धं देवीणं, कमेण नक्खत्तताराणं ॥६॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org