________________
[ ૮૪ ) ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ વિશ્વનાં બધાં રાષ્ટ્રો એનાં સંશોધન પાછળ ઝૂકી પડ્યાં અને ડૂબી ગયા છે. અબજો રૂપિયાના ખર્ચા થઈ ગયા અને થઈ રહ્યા છે. દૂરબીનથી જેવું દેખાતું ગયું તેવા નિર્ણયો કરતા રહ્યા, પરંતુ જૈનશાસ્ત્રોએ આકાશમાં
જ્યોતિષચક્ર પૂરું થાય તે પછી ઊંચે ઊંચે આકાશમાં જ અબજો માઈલના વિસ્તારમાં વિમાનધારી અને વિમાનવાસી અસંખ્ય દેવોના અસંખ્ય વિમાનો સ્થિર રહ્યાં છે. તે વિમાનો અનાદિ-અનંતકાળ સુધી એક જ સ્થિતિમાં રહેવાવાળાં છે. વિરાટ આકાશમાં અબજો માઈલ દૂર રહેલાં વિમાનોનાં અસ્તિત્વની ઉપગ્રહો અને અવકાશયાનો નોંધ ન લઈ શકે તે પણ સ્વાભાવિક છે. બાકી સાતે ગ્રહો અને પૃથ્વી વૈજ્ઞાનિકોએ જેટલી જોઇ છે તે બધું વિરાટ જેન બ્રહ્માંડ આગળ તો બિંદુ જેટલું પણ નથી.
પ્રશ્ન–કોઈ પૂછે કે જૈન ભૂગોળનું પ્રમાણ-માપ શું?
ઉત્તર–ભૂગોળ શબ્દથી ભૂ એટલે પૃથ્વી સાથે સંબંધ ધરાવતી વાત. એ દૃષ્ટિએ વિચારીએ તો માત્ર મનુષ્યલોકની ધરતીનું ગ્રહણ કરાય તો એક રાજ એટલે અસંખ્ય કોટાકોટી અર્થાત્ અબજો માઈલનું પ્રમાણ ગણાય, અને આ અબજો માઈલમાં અસંખ્ય દ્વીપ-સમુદ્રોવાળી પૃથ્વી ગોળાકારે છે.
હવે આગળ વધીએ તો આપણી ધરતીની નીચે પાતાલમાં રહેલી સાત નરકો એ પણ સાત પૃથ્વીઓ છે, હકીકતમાં એ ધરતી જ છે. આકાશમાં પણ પૃથ્વી છે અને સિદ્ધશિલાને પૃથ્વી જ કહી છે.
પ્રશ્રકારનો પ્રશ્ન આ ધરતી ઉપરની ભૂગોળ પૂરતો છે જેથી એનો જવાબ માત્ર ઉપર કહ્યું તેમ મનુષ્યલોકના માપે સમજી લેવો. પણ જો ભૂગોળ શબ્દ ન વાપરીએ તો અલગ અલગ પૃથ્વીઓથી વર્તતું સમગ્ર વિશ્વ જેમાં સિદ્ધશિલા, દેવલોક, જ્યોતિષચક્ર, મનુષ્યલોક, અધોલોક-પાતાલલોક અર્થાત્ સ્વર્ગ, મૃત્યુ અને પાતાલ ત્રણેયનો વિચાર કરીએ તો સમગ્ર વિશ્વ ચૌદરાજલોકરૂપ કહેવાય. એક રાજ એટલે અબજોના અબજો માઇલનો વિસ્તાર સમજવાનો એટલે આ વિશ્વ ઠેઠ નીચે પાતાળના તળિયાથી લઈને ઠેઠ ઉપર
છેડા સુધી પહોંચેલું છે. ચૌદરાજલોકરૂપી વિશ્વનો આકાર કેવો હોય તેનું ચિત્ર આ સંગ્રહણી ગ્રન્થમાં આપ્યું છે તે જોઈ લેવું. ચૌદરાજલોકરૂપ વિશ્વની લંબાઇ-પહોળાઈ બધે ઠેકાણે એકસરખી નથી, ઓછીવત્તી છે.
આ પ્રમાણે કેટલીક છૂટક છૂટક વિગતો પૂરી થઈ.
લેખાંક-૨ |
નોંધ-જ્યોતિષચક્ર એ આકાશી વસ્તુ છે. આ આકાશી બધી વસ્તુઓને જૈનશાસ્ત્ર કેવી કેવી રીતે સમજે છે, તેનો ટૂંકો જરૂરી ખ્યાલ નીચે આપ્યો છે. આકાશી બાબતમાં આજના વિજ્ઞાન સાથે આકાશ-પાતાલનું અંતર છે, લગભગ બધી જ બાબતમાં જનમાન્યતાથી વિરૂદ્ધ છે, એટલે તેની જોડે વિચારણા કે તુલના કરવાનો કશો અર્થ નથી.
++++++++++++++++++++++++++++++++++фффффффффффффффффф
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org