________________
T
સંગ્રહણી ગ્રન્થ અંગેની તથા અન્ય વિચારણા ~
લેખક: વિજય યશોદેવસૂરિ જૈનધર્મમાંપદાર્થવિજ્ઞાન અને કર્મવિજ્ઞાન ઉપર વિપુલ સાહિત્ય સર્જાયું છે. આ સંગઠણી પધાનપણે પદાર્થવિજ્ઞાનનો પરિચય આપતી અજોડ અને અનુપમ કૃતિ છે. ચૌદશાજલોક સ્વરુપ અખિલ બ્રહ્માંડ અને તદ્વર્તી ૨હેલા અનેક પદાર્થોનો પરિચય આપતો આ ગ્રન્થ છે એટલે જૈન કે અજૈન કોઈપણ વ્યકિતને જૈનધર્મનુંવિરાટ વિશ્વ કેવું છે એનો સારો એવો ખ્યાલ અભ્યાસીઓને મનગમતી આકૃતિથી મળી રહેશે.
આ ગ્રન્થમાંઅનેક બાબતો એવી પણ છે કે જે જલદી ન સમજાય, જલદી સાચી ન લાગે. અનેક શંકા-કુશંકાઓ પણ ઉત્પન્ન કરે. આવી શંકાસ્પદ અનેક બાબતોની પ્રશ્નોત્તરી વરસો પહેલાંબનાવી હતી પણ તકાલહાથમાં ન આવવાથી આગ્રન્થમાં૨જૂ થઈ શકી નથી.
આ સ્વર્ગ અને નરક અપ્રત્યક્ષ છે એટલે અપ્રત્યક્ષ બાબતો પ્રત્યે અનેક શંકાઓ અને જિજ્ઞાસાઓ ખડી થાય તે સ્વાભાવિક છે. પણ શાસ્ત્રો સીમિત છે. વાણી સીમિત છે, શબ્દો પણ સીમિત છે એટલે જેવું અને જેટલું હોય તેથી બહુ જ ઓછુંરજૂ થઈ શકે છે. બાકી વિરાટ વિશ્વ અનેક રહસ્યોથી ભરેલું છે એનો તાણલેવોશક્ય નથી. આ
બીજું આજની વૈજ્ઞાનિક ખગોળ-ભૂગોળ સાથે જૈન શાસ્ત્રીય ખગોળ-ભૂગોળ સાથે તુલના કરવાની કોશિશ કરવી એ મગજને ખાલી કન્સ૨તક૨વાજેવું થશે.
વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં રેડિયો, ટેલિવિઝન, કોપ્યટ૨ રોબેટ, વિડિયો, ટેલિફોન, એસ.ટી.ડી., ફલેક્ષ - આવી આવી અનેક શોધોએ આશ્ચર્યજનક આવિષ્કાશે સર્યા છે ત્યારે એના આધારરૂપ પાયામાં જૈન કર્મવાદ. અણવિજ્ઞાન વગેરેની થિઅરી કઈ કઈ છે? તે માટે જૈન-વૈજ્ઞાનિક ભેજાઓએ ખોજ ક૨વી જરૂરી છે.
વૈજ્ઞાનિક શોઘો જ્યારે જૈનશાસ્ત્રનાંઅનેક તથ્યોને સાચા ઠે૨વી ૨હી છે ત્યારે જૈનશાસ્ત્રનાં બીજાં અનેક તથ્યોને પૂરવાર કરી આપવા માટે પણ જૈન વૈજ્ઞાનિકો ઊભા થવા જોઈએ!
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org