________________
[ ૭૪ ] ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
ૐ નમઃ
જૈન ભૂગોળ-ખગોળ તથા વૈજ્ઞાનિકોની ભૂગોળ-ખગોળ અંગે વિવિધ માહિતીઓ રજૂ કરતા અને વિજ્ઞાન વગેરેની અન્ય વિગતોની જાણકારી આપતા ઉપયોગી લેખો
(બીજી આવૃત્તિમાંથી ઉદ્દધૃત) ભૂમિકા–સંગ્રહણીનું પ્રકાશન કરવાની આખરી તૈયારી ચાલતી હતી, ત્યાં એક વિચાર આવ્યો કે આપણા જૈન સાધુ-સાધ્વીજીઓને તથા કેટલાક શિક્ષિત શિક્ષકવર્ગમાં જૈન ભૂગોળ-ખગોળની બાબતમાં “વિજ્ઞાન' ખરેખર શું કહે છે તે વિષયમાં જોઇએ તેવી જાણકારી હોતી નથી અને તેઓ વિજ્ઞાનની સાથે તુલના કે સુમેળ કરવા જાય, તો તેનો મેળ કયાંથી બેસે?
વળી વિજ્ઞાનની કેટલીક જરૂરી પ્રાથમિક બાબતોનું જાણપણું થાય, વિજ્ઞાનના અકલ્પનીય આવિષ્કારો જાણીને જડ-પુગલનાં વૈશ્વિક ગહન રહસ્યો કેવા કેવાં છે, પંચભૂત વગેરેનાં પુદ્ગલોની અને તેની પરાવર્તન અવસ્થાઓની કેવી કેવી અભુત-આશ્ચર્યજનક ઘટનાઓ છે, તેની કંઈક ઝાંખી થાય એ માટે મેં ભૂગોળ-ખગોળના જુદા જુદા વિષય ઉપર વાચકોને જરૂર ઉપયોગી થાય તેવા લેખો લખ્યા, તે બૃહત્ સંગ્રહણી ગ્રન્થની આ બીજી આવૃત્તિમાં ખાસ પ્રગટ કરીએ છીએ.
- વિશ્વ અમાપ, અપરિમિત અને અત્યન્ત ગહન રહસ્યોથી ભરેલું છે. એમાં રહેલી સર્જનાત્મક કૃતિઓ તથા રચનાઓ પ્રત્યેક અણુમાં કે કૃતિઓમાં ક્ષણે ક્ષણે પરાવર્તન પામે એ એક અજબગજબની રહસ્યમય બાબત છે. એના અતળ ઊંડાણનો તાગ કોઇથી લઈ શકાય તેમ નથી. વળી પૌદ્ગલિક પદાર્થની ચિત્રવિચિત્ર ચમત્કારિક લીલાઓ જાણવા મળે એ માટે આ લેખો લખ્યા છે.
બહુ ખેદની વાત એ છે કે હું આ બધા લેખો કટકે કટકે લખી શકયો, લખ્યા પછી લેખો બરાબર ચેક કરી શક્યો નહિ એટલે આ લેખોમાં કોઈ કોઈ વિષયો કે બાબતો બેવડાઈ ગયેલ હશે, વળી એકધારું લખાયું નથી એટલે એકસરખું સંકલન અને વ્યવસ્થા જાળવી શકાણી નથી તે માટે દિલગીર છું.
| Q ભવિષ્યમાં સમય મળે વિજ્ઞાન અને જૈનધર્મની વૈજ્ઞાનિક બાબતો સાથે આજના જ વિજ્ઞાનનો ક્યાં ક્યાં અને કેવી કેવી રીતે મેળ ખાય છે તે દર્શાવવા સાથે આજના વૈજ્ઞાનિકોએ પુદ્ગલ વિજ્ઞાન ઉપર કરેલી શોધો માટે લખવા વિચાર છે.
પાલીતાણા, ઇ. સન્ ૧૯૯૦
ચશોદેવસૂરિ
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org